જગદીશ ઠાકોરના બફાટ બાદ કોંગ્રેસે ભરતસિંહને સક્રિય કર્યા, અગાઉ તેમણે અંગત કારણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો

સોમવાર, 1 ઑગસ્ટ 2022 (11:15 IST)
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે પોતાના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે થોડા દિવસો પહેલાં લઘુમતી સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનથી હિન્દુઓ વિમુખ થઈ જાય તેવા ડરે હવે કોંગ્રેસ ભરતસિંહને આગળ કરવા માગી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ કારણે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભરતસિંહના નિર્ણયને વધાવી લીધી છે. તેમનો બ્રેક લેવાનો નિર્ણય વ્યક્તિગત હતો, પાર્ટીનો નહીં, તેમ કહી ભરતસિંહને પાછા સક્રીય થવાની ઇચ્છાને ટેકો આપ્યો હતો. પ્રાથના સભામાં શંકરસિંહ વાઘેલાની હાજર જોવા મળતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે.આ અગાઉ ભરતસિંહ સોલંકીએ જાહેર સમારોહમાં કહ્યું હતું કે રામમંદિર માટે જમા થયેલી શિલાઓ પર કૂતરાં મૂતરે છે. આ મુદ્દો રાજકીય રીતે ભાજપે ખૂબ ઉછળ્યો હતો, પરંતુ તેની લોકો પર ખાસ અસર પડી ન હતી. કોંગ્રેસના સૂત્રો કહે છે કે આ કારણે જ હવે ભરતસિંહને આગળ કરાઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર