Navratri Alert ! સુરતમાં ગરબા રમતાં 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી શરૂ થતા પહેલા જ ગરબાએ 4 નો લીધો ભોગ

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (13:17 IST)
navratri alert
સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે હાર્ટ એટેકની આશંકાના પગલે સેમ્પલ લઈને મોકલી દેવામાં આવ્યા છે.

પાલનપુર ગામમાં આવેલી રાજહંસ એપ્લા સોસાયટીમાં 26 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી પરિવાર સાથે રહેતો હતો. એકનો એક દીકરો હતો અને અપરિણીત હતો. સુરતમાં જ આવેલા એક કાર શો રૂમના સર્વિસ સ્ટેશનમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. આગામી ડિસેમ્બર મહિનામાં લંડન મિકેનિકલ વિષય પર માસ્ટર કરવા જવાનો હતો. ભારત અને સુરતમાં વિદેશ જતા પહેલાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા ઈચ્છતો હતો. જેથી ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતાં હતાં.

રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો. ગત રોજ સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો.ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડતા હોલમાં ભાગદોડ મચી ગઇ હતી. રાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article