રાજ્યમાં 2015માં પાટીદાર સમાજને અનામત અપાવવા શરૂ થયેલા આંદોલનને લીધે ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નુકસાન કરતા બેઠકો ઘડી હોવાના તારણ વચ્ચે હવે ફરીથી પાસના હાર્દિક પટેલ અને તેની વિરોધી આંદોલનકારીઓ વચ્ચે સમાધાનનો તખતો ગોઠવાઇ રહ્યો હોવાના એંધાણ મળી રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર આંદોલનને વેગવંતુ બનાવાની વ્યૂહરચના તૈયારી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટા ભાગના હોદ્દેદારો રાજકીય હાથો બની ગયા હતા અને આંદોલન બાજુએ રહી ગયું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી વખતે પાટીદાર આંદોલનકારીઓ ભાજપ-કૉંગ્રેસમાં વહેંચાઈ ગયા હતા. તે પછી એકબીજા સામે પૈસા અને ઐય્યાશીના આક્ષેપો કરીને છૂટા પડ્યા હતા તે તાજેતરમાં પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેના કારણે આંદોલન મ્ાૃતપાય થઈ ગયું હતું. જોકે હવે 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા ફરી કેટલાક આંદોલનકારીઓ આંદોલન શરૂ કરવા સમાજના હિતના નામે એક થવાની તૈયારી કરી રહ્યા છે. પાસના ભાજપ સાથે સીધી રીતે ન સંકળાયા હોય તેવા કેટલાક નેતાઓ દ્વારા અંદરોઅંદર એકબીજાનો સંપર્ક કરીને પાટીદાર સમાજને નુકસાન થાય તેવું હાર્દિક કે કોઈના વિરોધમાં બોલવું નહીં તે મુદ્દે વાતચીત શરૂ કરી છે. હાર્દિકના પૂર્વ સાથીદાર અને તેની પર સીડીકાંડ-પૈસા મામલે ગંભીર આક્ષેપો કરનારા દિનેશ બાંભણિયાએ આ મુદ્દે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે, સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરીયા સાથે વાતચીત થયા બાદ હું મારી નૈતિક જવાબદારી સ્વીકારીને સમાજના આંદોલન તોડવાના પ્રયાસો સફળ નહીં થવા દેવાશે નહીં. સમાજ માટે પાસના અગ્રણીઓની મધ્યસ્થિમાં જ્યારે પણ અગ્રણીઓ કહેશે ત્યારે હાર્દિક પટેલ અને ટીમ સાથે બેસી ને જે નિર્ણય આવશે તે હું સ્વીકારીશ. અમારી ટીમમાં થયેલા મતભેદો દૂર કરીશું અને એક થઈ અનામત માટે લડીશું. તે સાથે સમાજના કોઈપણ આંદોલનકારી માટે ખરાબ સવાલ જવાબ નહીં કરીએ. જોકે બાંભણિયાએ કહ્યું હતું કે, તેનો મતલબ એ નથી કે હાર્દિકની વ્યક્તિગત પ્રસિદ્ધિના મામલે અમે બાંધછોડ કરીને બેસી જઈશું કે તેની સામે જે ગંભીર આક્ષેપો કર્યો છે તેનો જવાબ માગવામાં નહીં આવે. પાસ સાથે સંકળાયેલા એક પૂર્વ નેતાએ કહ્યું હતું કે, હાર્દિક સાથે કામ કરી શકાય તેવી સ્થિતિ હવે રહી નથી. તેને પોતાના સિવાય કોઈનામાં રસ નથી. તો તેના જે કરતૂતો બહાર આવ્યા તેના કારણે મોટા ભાગના સમાજની સહાનુભૂતિ ગુમાવી દીધી છે. પાટીદાર સમાજના નામે હાર્દિક પોતાનો કોંગ્રેસ દ્વારા રાજકીય રીતે ઉપયોગ થવા જઈ રહ્યો છે. હાર્દિકને હવે ફંડીગ કોણ કરતું હશે તે પણ પ્રશ્ર્ન છે. રાજ્ય સરકારે મુખ્ય પ્રધાન યુવા સ્વર્ણિમ યોજના, બિનઅનામત વર્ગ માટે આયોગ અને નિગમ શરૂ કરીને અનામત કરતા વધુ લાભ આપવા પ્રયાસ કર્યો છે તેનો ફાયદો સમાજને અપાવવાના બદલે લોકસભાની ચૂંટણી પહેલા પાસમાં પાટીદાર સમાજના નામે હજુ વધુ નવા રાજકીય રંગની તૈયારી અંદરખાને થઈ રહી છે.