મોદી માટે યોગી આદિત્યનાથ પડકાર નહી પણ તક છે !

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2017 (12:59 IST)
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. અનેક લોકોનુ માનવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આ નિર્ણય ખૂબ સાહસિક છે.  મોદી-શાહ પહેલા ભાજપા નેતૃત્વ આવુ નિર્ણય કદાચ જ કરી શકતુ. તેમ છતા મધ્યપ્રદેશમાં સાધ્વી ઉમા ભારતીને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયોગ પાર્ટી કરી ચુકી છે. 
 
સૌ કોઈ જાણે છેકે આ પ્રયોગ સફળ ન રહ્યો. ઉમા ભારતી અને યોગીની તુલના કદાચ બંને સાથે અન્યાય થશે. ઉમા ભારતી હંમેશા એકલા ચાલો ના સિદ્ધાંત પર વિશ્વાસ કરનારી રહી છે. તો બીજી  યોગીને સાંગઠનિક ક્ષમતા પોતાના ગુરૂ નએ નાથ સંપ્રદાયની પરંપરાથી મળી છે.  ગોરખનાથ મંદિરના કામકાજનો સામાજીક  દાયરો ખૂબ મોટો છે. 
 
આ મંદિરની સ્થાપનાના સમયથી આજ સુધી તેના કોઈ મહંત પર ક્યારેય કોઈ પ્રકારની ગડબડીનો આરોપ લાગ્યો નથી. આ ઉપરાંત તેઓ  પાંચવાર લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા છે. યોગીની છબિ કટ્ટર હિન્દુવાદીની રહી છે. આ કારણે તેઓ ભાજપાના બાકી નેતાઓથી જુદા દેખાય છે.  આમ તો જુદી તેઓ પોતાની સાદી જીવન શૈલી અને ઈમાનદારીનું કારણ પણ લાગે છે. યોગીના મુખ્યમંત્રી બનવાથી ત્રણ પ્રકારના સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે. 
 
 
 1. પદની મર્યાદાનુ પાલન કરશે યોગી ?
 
પહેલુ તો શુ તેમના અતીતને જોતા તેમની પાસેથી સંવૈધાનિક પદની મર્યાદાના પાલનનની આશા રાખવી જોઈએ. દેખીતુ છે કે આ વાતના સમર્થક અને વિરોધી એટલા જ છે જેટલા ભાજપાના સમર્થક કે વિરોધી.  ન્યાયનો તકાદો તો કહે છે કે કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા તેમને એક તક આપવી જોઈએ. 
 
જવાબદારી લોકોને બદલી નાખે છે. તેના હજારો ઉદાહરણ મળે છે.  જનધારણા કેવી રીતે બદલાય છે.  તેનુ ઉદાહરણ નરેન્દ્ર મોદી છે.  યોગીની જેમ મોદીને પણ કોઈ તક આપવા તૈયાર નહોતુ.  આવુ લોકોની કમી નથી અનેક છે.  જે તેમના 'સબકા સાથ સબકા વિકાસ' ના નારાનો દેખાવો માને છે. 
 
વિડંબણા જુઓ કે આજે એ જ લોકો પૂછી રહ્યા છે કે શુ યોગી મોદીના આ નારાનુ અનુસરણ કરી શકશે ? તો યોગીને મોદીની કસોટી પર ખરા ઉતારવાની કોશિશ થઈ રહી છે. મોદીને કસોટી માની એ જ એક મોટુ પરિવર્તન છે. 
 
 
2. સામાજીક સમરસતા પર યોગી કેટલા વિશ્વાસપાત્ર  ? 
 
યોગી વિશે બીજો સવાલ એ છે કે શુ ઉત્તર પ્રદેશ જેવા આટલી વિવિધતાવાળા પ્રદેશમાં સમરસતાના મુદ્દા પર યોગી પર વિશ્વાસ કરવો જોઈએ. સીધી રીતે કહો તો સવાલ એ છેકે શુ યોગીના રાજમાં મુસલમાન સુરક્ષિત રહેશે  આ સવાલ પણ યોગીના અતીતના સંદર્ભમાં જ  ઉઠાવાય રહ્યો છે. 
 
પણ આ સવાલનો જવાબ તેમના અતીતના સંદર્ભને બદલે તેમની સરકારના કામકાજના સંદર્ભમાં જોવામાં આવે તો યોગ્ય રહેશે. તે કહે કશુ પણ, કેટલા પણ દાવા કરતા રહે. પણ સરકાર જો ભેદભાવ કરતી દેખાય તો તેમના વર્તમાનથી વધુ તેમના અતીતને જ પ્રામાણિક માનવામાં આવશે. 
 
 
ત્રીજો સવાલ તેમની લોકપ્રિયતા અને નેતૃત્વ ક્ષમતાને કારણે ઉઠી રહ્યો છે 
 
આ સવાલ ઉઠાવનારા બે પ્રકારના લોકો છે.  એક જેમને યોગીમાં ભવિષ્યના નેતા જોવા મળી રહ્યા છે અને બીજા એ જેમને આ મોદી અને યોગી વચ્ચે દરાર નાખવી કે બતાવવાની તક લાગી રહી છે. ઓગણીસ માર્ચના રોજ જ્યારથી યોગી આદિત્યનાથ ભાજપા ધારાસભ્ય દળના નેતા પસંદગી પામ્યા ત્યારથી તેઓ સમાચારમાં છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક સમાચારમાંથી ગાયબ થઈ ગયા છે. તો એવુ કહેવાય રહ્યુ છે કે યોગી મોદીથી આગળ જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા આવી ટિપ્પણીઓથી ભર્યુ પડ્યુ છે કે મોદીએ યોગીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવીને ભૂલ કરી. 
 
આ સવાલ અને ટિપ્પણીનો જવાબ તો ભવિષ્યના ગર્ભમાં છિપાયો છે. પણ આટલુ તો યોગ્ય છે કે યોગીના રૂપમાં હવે ભાજપાને એક વધુ લોકપ્રિય નેતા મળી ગયો છે. જેની પોતાના પ્રદેશની બહાર પણ અપીલ છે. 
 
Next Article