હિમાચલ પ્રદેશના 6 વાર મુખ્યમંત્રી રહેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનુ નિધન, કોરોનાના આપી ચુક્યા હતા માત

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:45 IST)
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનુ લાંબી બીમારીનો સામનો કર્યા બાદ ગુરૂવારે સવારે નિધન થઈ ગયુ. કોંગ્રેસ નેતા વીરભદ્ર સિંહે 87 વર્ષની વયમાં ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, શિમલામાં અંતિમ શ્વાસ લીધી. આ હોસ્પિટલના મેડિકલ સુપરિટેડેંટ ડો. જનક રાજે આ માહિતી આપી. 
 
ડો. જનક રાજે જણાવ્યુ 'પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહજીનું અહીં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સવારે લગભગ 4 વાગ્યે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થઈ ગયુ.  87 વર્ષિય વીરભદ્રસિંહ અગાઉ કોરોના વાયરસથી પીડિત હતા અને તેમને 13 મે એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેમની તબિયત ફરીથી બગડી ગઈ  અને તેમને આઈજીએમસીમાં થોડા દિવસ પહેલા જ દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તે વેન્ટિલેટર પર હતા વીરભદ્ર સિંહ 6 વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
 
12 મી એપ્રિલે અને 11 જૂન આમ બે વાર તેઓ કોરોના વાયરસથી પીડિત હોવાનું જણાયું હતું, ત્યારબાદ તેમની તબિયત વારંવાર બગડવાની શરૂઆત થઈ હતી. તેઓ નવ વખતના ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. વિરભદ્ર સિંહના પરિવારમાં પત્ની પ્રતિભા સિંહ, પુત્ર અને શિમલા ગ્રામીણ વિસ્તારના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ અને પુત્રી અપરાજિત સિંઘ છે

સંબંધિત સમાચાર

Next Article