Vande Bharat Express - વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, કોચનો કાચ તૂટ્યો, રેલવેએ આપ્યું આ નિવેદન

Webdunia
મંગળવાર, 2 મે 2023 (07:07 IST)
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ભૂતકાળમાં પણ અનેક જગ્યાએ હુમલા થયા છે. આ વખતે મામલો કેરળથી સામે આવ્યો છે. ગઈકાલે સાંજે અહીં તિરુનાવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ પથ્થરમારાને કારણે કોઈને ઈજા થઈ નથી, પરંતુ એક કોચનો કાચ તૂટી ગયો હતો. પોલીસે કેસ નોંધ્યો છે. આ મામલે દક્ષિણ રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે.
 
રેલ્વેએ કહ્યું, "ગઈ સાંજે તિરુનવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં કોઈને ઈજા થઈ નથી." આ દરમિયાન એક કોચનો કાચ તૂટી ગયો. પોલીસે કેસ નોંધ્યો છે. અમે ટ્રેનની સુરક્ષા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

<

Kerala | Stones were pelted at Vande Bharat Express train between Tirunavaya and Tirur this evening. No one was injured. The windshield of one coach was damaged. Police have registered a case. We have decided to strengthen train security: Southern Railway pic.twitter.com/zVG9SGj9Q0

— ANI (@ANI) May 1, 2023 >

સંબંધિત સમાચાર

Next Article