ઉત્તરાખંડ ચૂંટણી 2017 - બીજેપી સાથે નથી બાબા રામદેવ, બોલ્યા-આ વખતે મોટા-મોટા દિગ્ગજો હારી જશે

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (12:08 IST)
યોગ ગુરૂ બાબા રામદેવ ઉત્તરાખંડમાં ચાલી રહેલ મતદાન દરમિયાન પોલિંગ બૂથ પહોંચ્યા. તેમણે કહ્યુ કે આ ચૂંટણીમાં મોટા મોટા દિગ્ગજો હારી જશે. તેમણે ચૂંટણીમાં ભાજપાનુ પણ સાર્વજનિક રૂપે સમર્થન નથી કર્યુ. તેમણે કહ્યુ કે તેઓ આ ચૂંટણીમાં નિષ્પક્ષ છે. રામદેવે આગળ કહ્યુ કે આ વખતના વિધાનસભા ચૂંટણીથી ઉત્તરાખંડમાં ભૂચાલ આવી શકે છે. નિષ્પક્ષ રહેવાનુ કારણ પૂછતા બાબા રામદેવે કહ્યુ કે દેશની જનતા ખૂબ વિવેકશીલ છે. તેમને કહ્યુ કે દેશની પ્રજા ચા વાળાને પ્રધાનમંત્રી અને પહેલવાનને મુખ્યમંત્રી બનાવી દે છે. 
 
આજે દેશની પરિસ્થિતિ વેગળી - વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં બીજેપીનુ સમર્થન કર્યા પછી આ વખતે કોઈ એક પાર્ટીનુ સમર્થન ન કરનારા સવાલ પર બાબા રામદેવનુ કહેવુ હતુ કે આ વખતે પરિસ્થિતિયો જુદી હતી. પણ આજે જુદી સ્થિતિ છે. હુ પહેલા પણ દેશની વાત પર વિચારતો હતો અને હજુ પણ દેશ વિશે જ વિચારુ છુ. 
 
બાબા રામદેવનુ કહેવુ છે કે લોકોએ ઘરમાં બેસવાને બદલે વધુથી વધુ મતદાન કરવુ જોઈએ. રાષ્ટ્ર નિર્માણ અને દેશ સારા ભવિષ્ય માટે દેશના નિર્માણ માટે વધુથી વધુ મતદાન કરવુ જોઈએ.  નોટબંધી મુદ્દો છે કે નહી તેના પર બાબા રામદેવે કહ્યુ કે ચૂંટણીમાં સ્થાનીક મુદ્દા વધુ હોય છે. લોકોની જુદી જુદી સમસ્યા હોય છે પણ નોટબંધી મુદ્દો છે કે નહી તેના પર તેઓ ચૂપ રહ્યા. 
Next Article