પ્રત્યક્ષ જોનારાઓએ જણાવ્યું કે રાત્રે અહીં રોકાયેલા કેરટેકરનો ફોન સવારે લાગી રહ્યો નહોતો. જ્યારબાદ સંબંધીઓ સ્થળ પર આવીને શોધખોળ કરી હતી. ત્યારે જાણવા મળ્યુ કે વીજ કરંટ લાગવાથી કેરટેકરનું મોત થયું છે. માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આની ઝપટમાં આવી ગયા.