જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, કલમ 370ને લઈને ધારાસભ્યો વચ્ચે લડાઈ

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (12:40 IST)
Jammu kashmir

 
ગુરુવારે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગૃહની કાર્યવાહી દરમિયાન કલમ 370ને લઈને ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ધારાસભ્યો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવને લઈને થયો હતો. આ દરમિયાન પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા હતા. ભારે હોબાળા બાદ વિધાનસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
 
ખુર્શીદ અહમદ શેખના બેનર પર સવાલ 
એવુ બતાવાય રહ્યુ છે કે ધારાસભ્ય એંજિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહમદ શેખે સદનમાં આર્ટીકલ 370 નુ બેનર લગાવ્યુ. જેમા તેની બહાલીની માંગ કરવામાં આવી હતી. બેનર બતાવવાનો વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ વિરોધ કર્યો. આ પોસ્ટરને  જોઈને બીજેપીના ધારાસભ્ય ભડકી ગયા. તેમણે તેમના હાથમાંથી બેનર છીનવી લીધુ. ત્યારબાદ પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ.  બીજેપી ધારાસભ્યોએ શેખ ખુર્શીદના હાથમાંથી બેનર લઈને ફાડી નાખ્યુ 

"વિવાદાસ્પદ દરખાસ્ત વિધાનસભામાં ગુપ્ત રીતે રજૂ કરવામાં આવી"
 
બીજેપી નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, "જમ્મુ અને કાશ્મીરમાં જે નવી સરકાર બની છે, કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ (NC) જેમણે સાથે મળીને અહીં સરકાર બનાવી છે, તેઓએ રાષ્ટ્રદ્રોહના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સરકારે જે રીતે વિધાનસભામાં એક વિવાદાસ્પદ ઠરાવ રજૂ કર્યો હતો અને કોઈપણ ચર્ચા કર્યા વિના તરત જ વિધાનસભાની કાર્યવાહી સમાપ્ત કરી હતી તે દર્શાવે છે કે કોંગ્રેસ અને એનસી સરકાર જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનનું સર્જન કરી રહી છે. તેઓ આતંકવાદીઓ અને અલગતાવાદીઓના એજન્ડા પર કામ કરી રહ્યા છે. જ્યારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ દેશની સંસદમાં બહુમતી સાથે તે કલમ નાબૂદ કરવામાં આવી હતી, ત્યારે આજે તેઓએ ભારત માતાની પીઠમાં છૂરો મારવાનું કાવતરું ઘડ્યું છે. ભાજપ કોઈપણ દેશદ્રોહી એજન્ડાને લાગુ થવા દેશે નહીં.
 
પીડીપી સુપ્રીમો મહેબૂબા મુફ્તીએ પણ વિધાનસભામાં ઠરાવ રજૂ કરવા માટે પીડીપી નેતાની પ્રશંસા કરી હતી.
 
નોંધનીય છે કે અનુચ્છેદ 370ની પુનઃસ્થાપના અને જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો અને સ્વાયત્તતાનો અમલ એ નેશનલ કોન્ફરન્સ દ્વારા જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી માટેના તેના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા મુખ્ય વચનોમાંનું એક હતું.

<

Massive ruckus in Jammu and Kashmir Assembly.
BJP Vs NC-PDP over Article 370 resolution. #jk #jammukashmir pic.twitter.com/6OdGt3RcAX

— Surabhi Tiwari???????? (@surabhi_tiwari_) November 7, 2024 >
 
નવી વિધાનસભાનું પ્રથમ સત્ર 8 નવેમ્બરે સમાપ્ત થશે. લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન ઉપરાંત, ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના છેલ્લા સત્રથી 5 નવેમ્બરના રોજ અવસાન પામેલા ભૂતપૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article