Top 10 Gujarati Samachar - આજના મુખ્ય 10 સમાચાર

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (11:04 IST)
સર્વે - 85 ટકા લોકોને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ 
 
નવી દિલ્હી. નોટબંધી અને જીએસટી જેવા કડક અને મોટા નિર્ણયો પછી પણ ભારતીય જનતાને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ છે. પ્યુ રિસર્ચ સેંટરની સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ભારતમાં 85 ટકા લોકો પોતાની સરકાર પર વિશ્વાસ કરે છે. રસપ્રદ વાત એ છે કે બહુસંખ્યક ભારતીય સૈન્ય શાસન અને તાનાશાહીનુ પણ સમર્થન કરે છે. સર્વેક્ષણ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પોતાના મજબૂત લોકતાંત્રિક મૂલ્યો માટે ઓળખાનારા ભારતમાં 55 ટકા લોકો કોઈ ન કોઈ પ્રકારના તાનાશાહીનુ સમર્તહ્ન કરે છે. તેમાથી 27 ટકા લોકો મજબૂત નેતા ઈચ્છે છે. 
 
પીએમઓ કાર્યાલયમાં આગ... આગ પર કાબૂ 
 
પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોડી રાત્રે ત્રણ વાગે આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે. પીએમઓ ઓફિસના બીજા માળે રૂમ નંબર-242માં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને પગલે 6થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી હતી. જાણકારી પ્રમાણે, આ રૂમમાં એવી આગ લાગી હતી કે જેનો ધુમાડો રૂમમાં ભરાઈ ગયો હતો. હાલ છેલ્લી મળતી માહિતી પ્રમાણે ફાયર ફાઈટર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
 
મારા પિતાજી પણ જો ભાજપમાં ઉભા રહે તો વોટ ન આપતા - હાર્દિક પટેલ 
 
વિજાપુર તાલુકાના પાટીદાર આંદોલનકારીઓના સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારા પિતાજી પણ જો ભાજપમાંથી ઉભા રહે ને તો પણ ભાજપને વોટ ના આપતા. અમે પાટીદાર સમાજનું સ્વમાન બચાવવા માટે લડીશું. જ્યારે વિજાપુરમાં ચૂંટણીને લઈને હાર્દિકે કહ્યું હતું કે, પટેલ સિવાય બીજો કોઈ આવશે નહીં અને જો આવે તો તેને પાળી દેજો.
 
વિજય રૂપાણીની અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણીલક્ષી જાહેરાત 
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજ્યમાં બંને દરેક પક્ષ પોતાનુ બળ લગાવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરના ભાટ ગામ ખાતે એક સભાને સંબોધી હતી. તે પહેલા વિજય રૂપાણીએ અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણીલક્ષી જાહેરાત કરી હતી. તેમને ખેડૂતોને 3 લાખની લોન વ્યાજ વગર આપવાની જાહેરાત કરી હતી.
 
35 ટકા લોકોનું માનવુ છે કે ફટાકડા પ્રતિબંધ યોગ્ય છે 
 
ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે અન્ય શહેરોના લોકોનો આ મુદ્દે એસોચેમ દ્વારા અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે અમદાવાદ સહિત વિવિધ શહેરોના 35 ટકા લોકોએ ફટાકડા પર પ્રતિબંધ મુકવાનો અભિપ્રાય આપ્યો હતો. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન જે રીતે ફટાકડા અને આતશબાજીના લીધે હવા અને ધ્વનિ પ્રદુષણ ફેલાય છે, તેને ઓછો કરવા ફટાકડા પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લેવો જોઇએ તેવો મત લોકોએ વ્યકત કર્યો હતો.
 
આધારકાર્ડના અભાવે 11 વર્ષની કિશોરીનુ ભૂખમરાને કારણે મોત 
 
રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ન જોડવાને કારણે સરકારની કલ્યાણ યોજનાના લાભથી વંચિત રહી ગયેલા ઝારખંડના સિમડેગા જિલ્લાના એક પરિવારમાં ૧૧ વર્ષની છોકરીનું ભૂખમરાને કારણે મોત થયું હોવાનો એકિટવિસ્ટે દાવો કર્યો હતો. સતત ચાર દિવસ ભૂખ વેઠ્યા બાદ 11  વર્ષની કિશોરી સંતોષી કુમારનું 28 ઓકટોબરના રોજ મોત થયું હોવાનું તેની માતાએ કહ્યું હતું. ફેબ્રુઆરી મહિનાથી આ પરિવારને રેશનિંગની દુકાનમાંથી અનાજ મળી રહ્યુ નહોતુ. 
 
તાજમહેલને લઈને સોમના નિવેદન પર બોલ્યા ઔવેસી - શુ પીએમ મોદી લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો બંધ કરશે 
 
ધારાસભ્ય સંગીત સોમના તાજમહેલને ગદ્દારો દ્વારા બનાવવાના નિવેદનની પ્રક્રિયા આપતા એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઔવૈસીએ પુછ્યુ કે શુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવો બંધ કરશે. તેમને કહ્યુ કે આ ખૂબ જ આશ્ચર્યજનક છે કે જેણે સંવિધાનની શપથ લીધી છે તે અહંકાર અને અજ્ઞાનતાની વાતો કરી રહ્યા છે. ઓવૈસીએ પત્રકારોને કહ્યુ જો તેઓજે કહી રહ્યા છે એ સાચુ છે તો પ્રધાનમંત્રી કેમ લાલ કિલ્લા પર જઈને ધ્વજ લહેરાવે છે.. કારણ કે લાલ કિલ્લો પણ ગદ્દારોએ બનાવ્યો હતો. 

સંબંધિત સમાચાર

Next Article