38 વર્ષની થઈ બીજેપી, જ્યા ન જીત્યા ત્યા પણ ફતેહ કરવાનુ લક્ષ્ય બનાવ્યુ
બીજેપી ગુરૂવારે પોતાનો 38મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ઉત્તર પ્રદેશમાં મળેલી રેકોર્ડ જીત પછી ભાજપા તેને મોટા પાયા પર ઉજવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ બીજેપી નેતા સ્થાપના દિવસ સમારંભમાં સામેલ થશે.
શાળાઓમાં લેવાતી બેફામ ફી પર લાગશે સરકારની બ્રેક
આજકાલ વધતી મોંઘવારીમાં જો સૌથી વધુ ભાર માતા-પિતાના ખિસ્સા પર કોઈ વસ્તુનો પડતો હોય તો એ બાળકોના ભણતરનો છે. ગુજરાતમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી મનસ્વીપણે ફી અને બેફામ બનેલા ખાનગી શાળા સંચાલકોને સરકારે સીધી જ ચીમકી આપી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અત્યંત સ્પષ્ટપણે અને મક્કમ શબ્દોમાં કહી દીધું છે કે, સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયમન માટેનો જે નવો કાયદો બન્યો છે તેનો અમલ કોઈપણ સંજોગોમાં આ શૈક્ષણિક સત્રથી જ થશે અને આવતા મહિનાથી જ તેના નિયમો અમલી બની જશે.
UPમાં યોગીનો આદેશ, સરકારી ડોક્ટરો ખાનગીમાં પ્રેકટીસ ન કરે
લખનૌ - શહેરની કિંગ જોર્જ મેડિકલ કોલેજ KGMCમાં 56 વેન્ટિલેટરનું લોકાર્પણ કર્યા બાદ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ડોક્ટરોમાં સંવેદના હોવી ખૂબ જરૂરી છે. સંવેદના અને લાગણી ડોકટરની ઓળખ છે. દર્દી સાથે પ્રેમથી વાત કરવાથી તેની અડધી બીમારી દૂર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, KGMC વિશ્વમાં તેની આગવી ઓળખ ધરાવે છે.
સીરિયામાં કેમિકલ અટેક, 100થી વધુના મોત
સીરિયાના નોર્થ-વેસ્ટ ઇદલિબ પ્રોવિન્સમાં ગત રોજ કરવામાં આવેલા કેમિકલ ગેસ એટેકમાં અત્યાર સુધીમાં 100થી પણ વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં 11 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આ હુમલામાં 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ટ્રમ્પના એચ-1 બી વિઝાનો ભારતને સીધો ફાયદો મળશે
બેંગ્લૂરુ- એન્ટ્રી લેવલ કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ માટે એચ-1બી વિઝા મેળવવા ટ્રમ્પ સરકારે મુશ્કેલ બનાવી દીધા છે. પરંતુ ટ્રમ્પના આ પગલાંનો ભારતને સીધો ફાયદો મળી શકે છે. હવે ભારત પાસે પોતાના અધિક પ્રભાવશાળી પ્રોફેશનલ્સને અમેરિકા મોકલવાની તક છે. પહેલાં કંપનીઓ નિયમમાં છૂટનો ફાયદો ઉઠાવીને હાયર પોસ્ટ માટે ઓછી સ્કીલ્સવાળા પ્રોફેશનલ્સને નોકરી આપતી હતી. પરંતુ હવે બદલાતા નિયમોમાં તેમના માટે આમ કરવાનું મુશ્કેલ થશે. નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પ સરકારના આ પગલાંથી ભારત સ્થિત આઈટી કન્સલ્ટિંગ એ્ડ સર્વિસિઝ ફર્મની મુશ્કેલી વધી જશે જે કમ્પ્યુટર પ્રોગ્રામર્સને હાયર કરવા પર ફોકસ કરતી હતી.
એર ઈંડિયાએ ટિકિટ આપવાની ના પાડી તો શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ ચાર્ટડ પ્લેનમાં દિલ્હી પહોંચ્યા
એર ઇન્ડિયાના સ્ટાફ સાથે મારપીટ કરવાના આરોપી શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ બુધવારે ચાર્ટર્ડ પ્લેન મારફતે દિલ્લી પહોંચ્યા હતા. સાત એરલાઇન્સે ગાયકવાડનું નામ નો ફ્લાઇ લિસ્ટમાં નાખ્યા બાદ તેમને કોઇ પણ એરલાઇન્સની ટિકિટ મળી રહી નથી જેથી ગાયકવાડ લાખો રૂપિયાનો ધૂમાડો કરીને ચાર્ટર્ડ પ્લેન મારફતે દિલ્લી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાયકવાડે તાજેતરમાં જ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટમાં પોતાના નામ પર ટિકિટ બુક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ પકડાઇ જતાં તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. એર ઈન્ડિયા સહિત બધી વિમાન કંપનીઓએ તેમના પર બેન મુકી દેતાં શિવસેનાના સાંસદ ગાયકવાડે લાખો રૂપિયા ખર્ચી ખાનગી વિમાનમાં મુસાફરી કરવી પડી હતી. જોકે, પ્લેન કોનું હતું તેની જાણકારી મળી શકી નથી.
આઈપીએલના સીઝન 10 (IPL 2017)ની શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમનીના રંગારંગ સમાપન પછી હવે ટાઈમ બોલ અને બેટથી ધૂમ મચાવવાનો હતો અને ઉદ્દઘાટન મેચમાં યુવરાજ સિંહ (Yuvraj Singh)એ તડાતડ ચોક્કા અને છક્કાનો વરસાદ કરતા કંઈક એવુ જ કર્યુ. તેમને મેન ઓફ ધ મેચ પણ મળ્યો. હૈદારાબાદે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં સનરાઈઝર્સ હૈદારાબાદને રોયલ ચેલેજર્સ બેંગ્લોરને 35 રનથી હરાવી દીધુ.