ટીપુ સુલ્તાનની હકીકત જાણશો તો ચોકી જશો તમે પણ.. જાણો કેવો હતો મૈસૂરનો સુલ્તાન ?

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:44 IST)
કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેના નિવેદને ટીપૂ સુલ્તાનના ઈતિહાસને વિવાદોની લિસ્ટમાં ઉભા કરી દીધા છે. હેગડે ટીપૂને બળાત્કારી અને હિન્દુઓનો દુશ્મન બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટીપૂ સુલ્તાનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે પણ સત્ય શુ છે ?
 
ટીપૂ સુલ્તાન જેને 'મૈસૂર કા શેર' કહેવાતો હતો તેણે દેશના કેન્દ્રીય મંત્રી બળાત્કારી કેમ બતાવી રહ્યા છે ? ટીપૂ સુલ્તાન જેણે બ્રિટિશ સેનાને ધૂળ ચટાવવા માટે યાદ કરવામાં આવે છે તેને દેશના કેન્દ્રીય મંત્રી કટ્ટર મુસ્લિમ શાસક અને હિન્દુઓનો દુશ્મન કેમ  બતાવી રહ્યા છે ? શુ તમે જે ટીપૂ સુલ્તાન વિશે જોયુ અને સાંભળ્યુ એ બધુ ખોટુ છે ?
 
ઈતિહાસના પાનમાં મૈસૂરના સુલ્તાન ટીપૂની જે સ્ટોરી નોંંધાવી છે શુ તથ્યોના હિસાબથી એ સટીક નથી ?  આ તમામ સવાલ ઉભી રહ્યા છે દેશના કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્ય મંત્રી અનંત કુમાર હેગડેના એક નિવેદન પછી પણ અનંત કુમારે ટીપૂ સુલ્તાન પર અચાનક નિવેદન કેમ આપ્યુ ?
 
ઉલ્લેખનીય નિવેદન પાછળ 10 નવેમ્બર ટીપૂ સુલ્તાનની જયંતીનો કાર્યક્રમ .. જેને માટે કર્ણાટકની કોંગ્રેસ સરકારે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેને આમંત્રણ મોકલ્યુ છે..   આમંત્રણ મળતા જ અનંત કુમાર હેગડે ક્રોધિત થઈ ગય અને ચેતાવણી આપી કે જો તેમને કાર્યક્રમમાં બોલાવ્યો તો તેઓ ટીપૂ સુલ્તાનના કાળા અધ્યાયની પોલ ખોલી નાખશે.. 
 
વિવાદ શરૂ ક્યાથી થયો એ તો તમે સમજી ગયા હશો પણ શરૂ થયા પછી આ દેશના ખૂણા ખૂણા સુધી સોશિયલ મીડિયાને કારણે ફેલાયો. ટીપૂ સુલ્તાનના મુદ્દા પર ફેસબુક બે ભાગમાં વહેંચાઈ ચુક્યુ છે. આ વિવાદ હિન્દુ વિરુદ્ધ મુસલમાન અને બીજેપી વિરુદ્ધ કોંગ્રેસ થઈ ચુક્યો છે. 
 
સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે આ મેસેજ ... 
 
ટીપૂ સુલ્તાનને સોશિયલ મીડિયા બ્રિગ્રેડ કેમ કહી રહી છે . જરા એ તો જોઈ લો.. સની વર્મા લખે છે - ટીપૂ સુલ્તાન એક વહેશી બળાત્કારી હતો જેણે હિન્દુઓનુ કત્લેઆમ કર્ય અને જેણે પોતાની તલવાર પર લખાવ્યુ કે .. યા ખુદા મુઝે ઈતની તાકત દે કિ મે હિન્દુસ્તાનના બધા હિન્દુઓને કત્લ કરી શકુ.. કોંગ્રેસ હવે એ બળાત્કારી અને હત્યારાની જયંતી મનાવવા જઈ રહી છે.. શરમ કરો.. 
 
બીજી બાજુ સજ્જન લખે છે જ્યા બીજેપી અયોધ્યામાં દિવાળી ઉજવી રહી છે તો કોંગ્રેસ કર્નાટકમાં બળાત્કારી ટીપૂ સુલ્તાનની જયંતી. આ જ તો ફરક છે.. વિચારધારાનો.. 
 
શુ છે આ દાવાની હકીકત 
 
1792 થી લઈને 1799 સુધી મૈસૂરના સુલ્તાન રહી ચુકેલા ટીપૂના નામ પર રાજનીતિ પણ થઈ રહી છે.. અને મુદ્દાને સાંપ્રદાયિક પણ બનાવાય રહી છે. ટીપૂનો સેંકડો વર્ષ જૂનો ઈતિહાસ વર્તમનામાં સૌથી મોટો વિવાદ બની ચુક્યો છે. પણ સવાલ એ છે કે ટીપૂ સુલ્તાનનુ સત્ય શુ છે ? શુ ટીપૂ સુલ્તાને ખરેખર મંદિર તોડી પાડયા હતા ? શુ ટીપૂ સુલ્તાનની સલ્તનતમાં મહિલાઓ સાથે બળાત્કાર થયો હતો ?  શુ ટીપૂ સુલ્તાને હિન્દુઓનુ કત્લેઆમ કરાવ્યુ હતુ ?
 
દેશના ઈતિહાસ પર જ્યારે એક કેન્દ્રીય મંત્રી જ સવાલ ઉઠાવવા માંડે તો મામલો ગંભી થઈ જાય છે. જે ટીપૂ સુલ્તાનને વાંચી ચુક્યા છે તેમના મનમાં અને જે આવનારા સમયમાં વાંચશે તેમના માનમાં કોઈ પ્રકારનો ભ્રમ ન રહે  એ માટે પડતાલ કરવાનો નિર્ણય કર્યો અને સત્ય જાણવા માટે ત્રણ મોરચે પડતાલ શરૂ કરી. 
 
પ્રથમ મોરચો જે રાષ્ટ્રવાદી છે જે ટીપૂ સુલ્તાનને હિન્દુ વિરોધી શાસક બતાવે ચે અમે તેમને પુછ્યુ કે આવુ કહેવા પાછળ તેમના તર્ક અને તથ્ય શુ છે ? બીજો મોરચો જે વામપંથી છે જેમના પર ટીપૂ સુલ્તાનની ખોટી છબિ દેશની સામે પીરસવાનો આરોપ છે અને ત્રીજો મોરચો છે ઈતિહાસકારોનો જે તથ્યના આધાર પર એ સાબિત કરશે કે કોણ સાચુ છે અને કોણ ખોટુ ?
 
સંઘનુ શુ કહેવુ છે ?
 
પ્રથમ મોરચા માટે અમે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક રાકેશ સિન્હાને મળ્યા.. અમે તેમને પુછ્યુ કે ટીપૂ સુલ્તાનને ક્રૂર અને બળાત્કારી સુલ્તાન બતાવવા પાછળ તેમનુ તર્ક શુ છે. તેમને કહ્યુ એક પત્રમાં ટીપૂ સુલ્તાન ખુદ કહે છે કે મે 4 લાખ હિન્દુઓનુ ધર્માતરણ કરાવી લીધુ છે. બીજા પત્રમાં કહે છે કે અલ્લાહના આશીર્વાદથી કાલીકટના તમામ હિન્દુઓનુ ધર્માતરણ કરી લીધુ છે. ટીપૂ સુલ્તાનના સેંકડો પત્ર છે.  તેમના પત્રોમાં જ દાવો કર છે કે તેઓ કેવા પ્રકારનો વ્યવ્હાર હિન્દુ અને ઈસાઈ મહિલાઓ સાથે કરતા હતા. કેવી રીતે તેમની સેના બળજબરી કરતી હતી. જે શાસક મંદિરો અને ચર્ચને તોડવા માટે ગર્વ અનુભવ ક્રે છે શુ ઈતિહાસમાં તેની વ્યાખ્યા મહાન શાસકના રૂપમાં થવી જોઈએ.. 
 
 
ટીપૂ પર શુ કહે છે લેફ્ટ ?
 
ત્યારબાદ અમે બીજા મોરચે મતલબ લેફ્ટ પાસે પહોંચ્યા. અમે સીપીઆઈના અતુલ અંજાનેન પુછયુ કે તમારે માટે ટીપૂ સુલ્તાન એક રાષ્ટ્રભક્ત શાસક કેમ છે ?
તેમણે કહ્યુ અંગ્રેજ દર વર્ષે એક ગજેટિયર દરેક જીલ્લામાં છાપતા હતા. ટીપૂ સુલ્તાનના જમાનાના મૈસૂર રાજ્યના ગજેટિયર કાઢવામાં આવ્યા જેમા લખ્યુ છે આ ભારતની આઝાદીની વાત કરે છે.. આ અંગ્રેજોને ભગાડવાની વાત કરે છે..  એ ગઝટને નકારવાનુ કોઈ કારણ નથી. ઈતિહસ ટીપૂ સુલ્તાનને એ રીતે યાદ રાખશે કે એક વ્યક્તિ જે દેશની આઝાદી માટે લડ્યો જેણે બ્રિટિસ સામ્રાજ્યને પડકાર આપ્યો. 
 
બીજેપી અને લેફ્ટ ટીપૂ સુલ્તાન માટે પોત પોતાના તર્ક આપી રહી હતી.  લેફ્ટ ટીપૂ સુલ્તાનને દેશનો હીરો બતાવી રહી હતી જ્યારે કે બીજેપી ટીપૂ સુલ્તાનને વિલેનના રૂપમાં રજૂ કરી રહી અહ્તી. પણ કોના તથ્યો માં દમ છે એ જાણવા માટે અમે ત્રીજા અને અંતિમ મોરચા મતલબ કે ઈતિહાસના માહિતગારો પાસે પહોંચ્યા 
 
ઈતિહાસનું કહેવુ શુ છે ?
 
અમે દેશના મોટા ઈતિહાસકાર ઈરફાન હબીબ સાથે વાત કરી. અમે તમામ દાવા પર ઈરફાન હબીબને સવાલ કર્યો. ઈરફાન હબીબે જણાવ્યુ ટીપૂ સુલ્તાને માલાબારમાં થયેલ બગાવતનુ દમન કર્યુ હતુ અને આ બગાવતને દબાવવા માટે અત્યાચાર પણ થયા હતા પણ હબીબે ટીપૂ સુલ્તાનને મંદિર તોડવા અને હિન્દુઓના ધર્માતરણવાળી વાતથી સ્પષ્ટ ઈંકાર કર્યો.. 
 
ઈતિહાસ મુજબ માલાબારમાં હિન્દુ રહેતા હતા અને તેમના પર અત્યાચાર પણ થતા હતા પણ ટીપૂના વજીર ખુદ એક હિન્દુ હતા. આ અત્યાચાર બગાવતને દબાવવા માટે થયા હતા જેવુ કે એ દિવસોમાં થતુ હતુ જેની પાછળ ટીપૂની કોઈ હિન્દુ વિરોધી માનસિકતા નહોતી. 

સંબંધિત સમાચાર

Next Article