કેન્દ્ર સરકારે હજ માટેનો 'વીઆઈપી કોટા' ખતમ કર્યો

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (09:05 IST)
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે કહ્યું કે સરકારે શીર્ષ સંવૈધાનિક પદો અને અલ્પસંખ્યક મામલોના મંત્રાલયમાં લોકો માટે ઉપલબ્ધ હજ કોટાને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમણે કહ્યું કે આ નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીના 'વીઆઈપી કલ્ચર'ને ખતમ કરવાના પ્રયાસ હેઠળ લેવાયો છે.
 
અલ્પસંખ્યક મામલોનાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે આ કોટા કૉંગ્રેસની યુપીએ સરકાર દરમિયાન લવાયો હતો.
 
તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી વીઆઈપી કોટા ખતમ કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર પહેલા દિવસથી કટિબદ્ધ છે."
 
તેમણે કહ્યું કે આ કોટા 2012માં શરૂ થયો હતો અને તે અંતર્ગત પાંચ હજાર સીટ હતી અને 'સરકારમાં ઓળખીતા લોકોને તેની કૅટેગરીમાં સીટ મળી જતી હતી.'
 
તેમણે કહ્યું કે હજ કમિટીને કોટાને ખતમ કરવાની વિનંતી કરાઈ છે અને રાજ્યોની કમિટીઓએ તેના માટે હા ભણી છે.

સંબંધિત સમાચાર

Next Article