સર્વપક્ષીય બેઠકમાં સામેલ થયા 31 પક્ષો, AAPનો વોકઆઉટ, ખેડૂતોના મુદ્દે આ ચર્ચા થઈ

Webdunia
રવિવાર, 28 નવેમ્બર 2021 (16:06 IST)
આવતીકાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ
સરકાર દ્વારા બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં 31 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો જોકે આમ આદમી પાર્ટીએ સર્વપક્ષીય બેઠકનો વોકઆઉટ કર્યો હતો. સંસદનું શિયાળું સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. સંસદ સત્રના એક દિવસ પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, ડીએમકેના ટીઆર બાલુ, ટી. શિવા અને એનસીપીના શરદ પવારે હાજરી આપી હતી. થયું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સરકાર સામે 10 મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.
ટીએમસીએ ઉઠાવ્યા આ મુદ્દા
-બેરોજગારી
- પેટ્રોલ અને ડીઝલ તથા જરુરી વસ્તુઓના ભાવ
- એમએસપી પર કાયદો
- પ્રોફિટેબલ સરકારી કંપનીઓમાં વિનિવેશ પર પ્રતિબંધ
- પેગાસસ
- કોવિડની સ્થિતિ
- મહિલા અનામત બીલની માગ
 

સંબંધિત સમાચાર

Next Article