અયોધ્યા વિવાદ - SC એ મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (11:15 IST)
સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે.
 
આ અગાઉ જસ્ટિસ કલિફુલ્લા કમિટીએ મધ્યસ્થીને લઈને પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો અને વધુ સમયની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે 8 માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજૂરી આપી હતી અને મધ્યસ્થીઓની નિમણૂક કરી હતી. આ મધ્યસ્થીઓમાં જસ્ટીસ કલિફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી-શ્રી રવિશંકર સામેલ છે.
 
આ વિવાદના સર્વસામાન્ય સમાધાનની શક્યતા શોધવા માટે ટોચ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચનાના 6 માર્ચના આદેશ પછી પહેલી વખત આ મામલાની સુનાવણી શુક્રવારે થશે. આ સમિતિના અન્ય સભ્યોમાં આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ અધિવક્તા શ્રીરામ પાંચૂનો સમાવેશ હતો. 
 
ટોચની કોર્ટે મધ્યસ્થતા માટે રચાયેલ આ સમિતિને ફૈજાબાદમાં બંધ રૂમમાં કાર્યવાહી કરવા અને તેને આઠ અઠવાડિયામાં પૂરો કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે બધા પક્ષોએ મધ્યસ્થતા દ્વારા સમાધાન શોધવાનો વિરોધ કર્યો હતો અને કોર્ટને કહ્યુ હતુ કે તે જ આ વિવાદમાં નિર્ણય આપે. પણ કોર્ટે કહ્યુ હતુ કે તમે એક એક વાર પરસ્પર ઉકેલ લાવવા બેસો તો ખરા. 
 
સમિતિએ ગુરૂવારે પોતાની અંતરિમ રિપોર્ટ કોર્ટને આપી દીધી. જેમા તેમણે જણાવ્યુ કે આ મુદ્દો પરસ્પર વાતચીતથી ઉકેલી શકાય છે કે નહી.  બીજી બાજુ મધ્યસ્થતા પ્રક્રિયા દરમિયાન અન્ય પક્ષોનુ શુ વલણ રહ્યુ છે. કોર્ટ આ રિપોર્ટને જોઈને નક્કી કરશે કે આ મામલે આગળ કાર્યવાહી કરવામાં આવે. 
 

સંબંધિત સમાચાર

Next Article