મોદી સરકારને મોટી રાહત - રાફેલ ડીલની તપાસની માગવાળી બધી અરજીઓ સુપ્રીમ કોર્ટે કરી રદ્દ

શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (10:55 IST)
રાફેલ ડીલની તપાસની માંગ કરનારી બધી અરજીઓ સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી છે. રાફેલ લડાકૂ વિમાન સૌદાની તપાસ ન્યાયાલયની નજર હેઠળ કરવામાં આવે કે નહી. તેના પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય કર્યો. 14 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેચે અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે જ્યા સુધી અમે નક્કી નહી કરીએ ત્યા સુધી અરજી કરનારાઓને રાફેલની કિમંતોની માહિતી આપવાની જરૂર નથી. 
 
સીબીઆઈએ એફઆઈઆરના આદેશ આપવાની પણ અપીલ કરી 
 
આમામલે મોટાભાગના એમએલ શર્મા, વિનીત ઢાંડાએ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આપ નેતા સંજય સિંહે પણ અરજી દાખલ કરી. 
 
ત્રણ અરજીકો દાખલ કર્યા પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરી હતી. તેમા કહેવામાં આવ્યુ હતુ કે કોર્ટ સીબીઆઈને આ મામલે એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપે. 
 
કિમંત પર સીલબંધ દસ્તાવેજ સુર્પીમ કોર્ટને સોંપ્યો હતો. 
 
સરકારે કોર્ટ અને અરજીકર્તાઓ સાથે ડીલ સંબંધમાં લેવામાં આવેલ નિર્ણયોને દસ્તાવેજ સોપ્યા હતા. રાફેલની કિમંતને લઈને એક જુદો સીલબંધ દસ્તાવેજ સુર્પીમ કોર્ટને સોંપ્યો હતો. 
 
સરકારે કોર્ટને જણાવ્યુ હતુ કે રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય આખુવર્ષ 74 બેઠકો પછી કરવામાં આવ્યો હતો. 
 
સરકારે જણાવ્યુ હતુ કે 126 રાફેલ ખરીદવા માટે જાન્યુઆરી 2012માં જ ફ્રાંસની દૈસો એવિએશનને પસંદ કર્યા હતા. પણ દૈસો અને એચએએલની વચ્ચે પરસ્પર સહમતિ ન બની શકી  આ સૌદા સાગળ ન વધી શકી. 
 
સરકારે કહ્યુ કે એચએએલને રાફેલ બનાવવા માટે દૈસો પાસેથી 2.7 ગણુ વધુ સમય જોઈતો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર