અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે PM મોદી - રાહુલ ગાંધી

ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (14:08 IST)
રાફેલ ડીલને લઈને સત્તાધારી પાર્ટી બીજેપી અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલ આરોપ પ્રત્યારોપનો સમય ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોંફેંરેસ કરી પ્રધાનમંત્રી મોદી પર સીધો હુમલો કરતા કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટાચારી છે અને તેઓ રક્ષા સૌદામાં થયેલ ભ્રષ્ટાચારમાં સીધી રીતે જોડાયેલા છે. તેથી તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. 
 
રાહુલ ગાંધીએ અહી પાર્ટી મુખ્યાલયમાં આયોજીત સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે રાફેલ ખરીદમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. સંસદની સંયુક્ત સમિતિ પાસેથી આની તપાસ કરાવવી જોઈએ. તપાસમાં દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ જશે.  તેમા પ્રધાનમંત્રી સીધે સીધો ભ્રષ્ટાચાર કર્યો છે તેની પણ તપાસ થવી જોઈએ. 
 
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે રાફેલ ખરીદમાં જે રીતે સાર્વજનિક ક્ષેત્રની કંપની એચએએલ પાસેથી સોદો છીનવીને ઉદ્યોગપતિ અનિલ અંબાનીની કંપનીને આ કામ આપવામાં આવ્યુ છે. તેનાથી સ્પષ્ટ છે કે ખુદને દેશના ચોકીદાર બતાવનારા મોદી હવે અનિલ અંબાનીની ચોકીદારી કરી રહ્યા છે. આ સીધો ભ્રષ્ટાચારનો મામલો છે અને મોદીએ આ ભ્રષ્ટાચાર કર્યો છે.  તેથી તેમને આ વિશે જવાબ આપવો જોઈએ કે પછી તેઓ રાજીનામુ આપે. રાહુલે કહ્યુ કે 30 હજાર કરોડ પ્રધાનમંત્રીએ અનિલ અંબાનીના ખિસ્સામાં નાખ્યા. 
 
મોદી સરકારમાં હાલત એ છે કે અમીર વ્યક્તિ બેંકમાં જાય છે તો બેંકના દરવાજા જાદુથી ખુલી જાય છે અને જેટલા જોઈએ તેટલા પૈસા તેમને મળે છે. પણ જ્યારે ગરીબ વ્યક્તિ જાય છે તો બેંક સ્પષ્ટ ઈનકાર કરી દે છે. તેમણે આગળ કહ્યુ કે પીએમ મોદીએ દેશના ખેડૂતો, યુવાઓ અને ગરીબો સાથે વિશ્વાસઘાત કર્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર