મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં ભારે ભીડ, ગુસ્સામાં મુસાફરોએ પત્થર મારીને ટ્રેનની બારીના તોડ્યા કાચ

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2025 (12:31 IST)
stone pelting
 પ્રયાગરાજ મહાકુંભ માટે જનારી ટ્રેનોમાં હાલ ખૂબ વધુ ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ મહાકુંભ જનારા રેલવે સ્ટેશનો પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ હંગામો કર્યો છે.  આ ઘટનાનો વીડિયો પણ સામે અવ્યો છે. મહાકુંભ માટે જનારા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો પણ કર્યો છે અને ટ્રેનના કાચ પણ તોડવાની કોશિશ કરી છે. આંબેડકર નગરથી જનારી ટ્રેનના બધા દરવાજા અને બારી બંધ હોવાથી પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોમાં નારાજગી જોવા મળી. જ્યારબાદ તેમણે પત્થરમારો કર્યો. 
 
 
15 કરોડથી વધુ લોકો કરી ચુક્યા છે સ્નાન 
બીજી બાજુ ભારે હંગામો જોતા જીઆરપીની અંદર બેસેલા મુસાફરોને ખૂબ મોડે સુધી સમજાવ્યુ. ત્યારબાદ જેમ તેમ કરીને ટ્રેનના દરવાજા ખોલાવ્યા. આ દરમિયાન કુંભ જનારા ઘણા મુસાફરો પાસે ટિકિટ પણ નહોતી. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ સમયે દેશભરમાંથી શ્રદ્ધાળુ સ્નાન કરવા પહોચી રહ્યા છે.  અહી મહાકુંભમાં ડુબકી લગાવનારાઓનો આંકડો 15 કરોડને પાર થઈ ગયો છે.  છેલ્લા 17 દિવસમાં મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચુક્યા છે.  બીજી બાજુ આગામી મૌની અમાવસ્યા પર 8 થી 10 કરોડ લોકોના મહાકુંભમાં આવવાની શક્યતા બતાવાય રહી છે. 

સંબંધિત સમાચાર

Next Article