પદમાવતી મુદ્દા પર વિવાદિત નિવેદન...મોદી પર જુતુ ફેંકનારને એક લાખ રૂપિયાનુ ઈનામ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (10:29 IST)
ફિલ્મ પદ્માવતી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ફિલ્મમેકરે વિવાદિત નિવેદન આપ્યું છે. મુંબઈના એક ફિલ્મમેકરે ટ્વીટ કર્યું છે કે જે કોઈ વ્યકિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જૂતું કે ચપ્પલ ફેંકશે તેને તે એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ ફિલ્મમેકરનું નામ રામ સુબ્રહ્મણ્યમ છે. આ શખ્યનો દાવો છે કે તે ઘણા આંદોલનો કરી ચૂકયો છે. ફિલ્મ પદ્માવતી પર ચાલી રહેલા વિવાદથી આ શખ્સ ખૂબ નારાજ નજર આવી રહ્યો છે.
 
આ શખ્સે એક ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'એકદમ નહીં, હું તે શખ્સને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરું છું, જે નરેન્દ્ર મોદી પર જૂતું કે ચપ્પલ ફેંકશે. ભારતની નવી સંસ્કૃતિમાં તમારું સ્વાગત છે, આ સંસ્કૃતિની આધારશિલા બીજેપીએ મુકી છે.'
 
હકિકતમાં આ શખ્સ કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે શિવ કુમારના પદ્માવતી વિવાદ સાથે જોડાયેલા એક ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો. ડી.કે શિવકુમારે લખ્યું હતું કે, આ નિંદા યોગ્ય છે કે બીજેપીના મંત્રીઓ અભિનેત્રી દીપિકા પાદુકોણનું માથું કાપવા પર 10 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી રહ્યા છે, જે અમારા રાજ્યની રહેનારી છે અને ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીની દીકરી છે. શું આ જ બીજેપીની સંસ્કૃતિ છે, શું તે લોકો આવી જ રીતે મહિલાઓનું સમ્માન કરે છે? આ શખ્સ વિરુદ્ધ તરત જ કાર્યવાહી થવી જોઈએ.

સંબંધિત સમાચાર

Next Article