ભારત-ફાંસ વચ્ચે થયેલા રાફેલ લડાકૂ વિમાનનો સોદામાં એકવાર ફરી ભ્રષ્ટાચારનો જીન બહાર નીકળ્યો છે. ફ્રાંસના એક પબ્લિકેશન મીડિયાપાર્ટે દાવો કર્યો છે કે ફ્રાંસીઈકંપની દર્સો એવિએશને 36 એયરક્રાફ્ટની ડીલ માટે એક વચેડિયાને 7.5 મિલિયન યૂરો કમીશન આપ્યુ હતુ. મીડિયાપાર્ટનુ કહેવુ છે કે તેના દસ્તાવેજ હોવા છતા ભારતીય એજંસીઓએ આ મામલે તપાસ શરૂ નથી કરી.
મીડિયાપાર્ટે ખુલાસો કરતા દાવો કર્યો છ એકે આ માટે નકલી બીલ બનાવાયા. પબ્લિકેશને એ પણ દાવો કર્યો છે કે ઓક્ટોબર 2018થી CBI અને EDને પણ આ વઇશે જઆણ હતી કે દર્સો એવિએશને સુશેન ગુપ્તા નામના વચેટિયાને 7.5 મિલિયન યૂરો (લગભગ 65 કરોડ રૂપિયા)નુ કમીશન આપ્યુ હતુ. આ બધુ કંપનીએ એટલા માટે કર્યુ જેથી ભારત સાથે 36 લડાકૂ વિમાનની ડીલ પુરી થઈ શકે. રાફેલ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સુશેન ગુપ્તાએ ડીસોલ્ટ એવિએશન માટે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું. સુશેન ગુપ્તાની મોરેશિયસ સ્થિત કંપની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસને વર્ષ 2007 અને 2012 વચ્ચે દસો એવિએશન પાસેથી €7.5 મિલિયન મળ્યા હતા. તેમા એવો પણ ખુલાસો થયો છે કે મોરેશિયસ સરકારે 11 ઓક્ટોબર, 2018 ના રોજ સીબીઆઈને તેના સંબંધિત દસ્તાવેજો પણ સોંપ્યા હતા, જે બાદમાં સીબીઆઈ દ્વારા ઇડી સાથે પણ શેર કરવામાં આવ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે, સીબીઆઈને રાફેલ સોદામાં ભ્રષ્ટાચારની ફરિયાદ 4 ઓક્ટોબર, 2018ના રોજ મળી હતી અને સિક્રેટ કમિશનના દસ્તાવેજો પણ એક અઠવાડિયા પછી મળ્યા હતા તેમછતાં સીબીઆઈએ આ મામલે રસ દાખવ્યો ન હતો. આ અહેવાલમા જણાવવામા આવ્યુ હતુ કે, વર્ષ 2001માં જ્યારે ભારત સરકારે ફાઈટર જેટ ખરીદવાની જાહેરાત કરી ત્યારે દાસો એવિએશને સુશેન ગુપ્તાને મધ્યસ્થી તરીકે રાખ્યા હતા. જોકે, તેની પ્રક્રિયા વર્ષ 2007માં શરૂ થઈ હતી. સુશેન ગુપ્તા અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ સાથે પણ સંકળાયેલા હતા.
આ કેસમાં એક ભારતીય આઈટી કંપની આઈડીએસ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. આ કંપનીએ 1 જૂન, 2001ના રોજ ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ સાથે કરાર કર્યો હતો, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દસો એવિએશન અને આઈડીએસ વચ્ચેના કરાર મુજબ કોન્ટ્રાક્ટના મૂલ્યના 40%, ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસને આપવામાં આવશે. આઈડીએસના એક અધિકારીએ સીબીઆઈને જણાવ્યું કે, આ સમાધાન ગુપ્તાના વકીલ ગૌતમ ખેતાન દ્વારા કરવામાં આવ્યું છે, જે અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં તપાસ હેઠળ છે.