Fact Check: શુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જૂતાની કિમંત 3 લાખ રૂપ્યા છે ? જાણો શુ છે દાવાની હકીકત

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 (17:10 IST)
સંસદમાં ચાલી રહેલ શીતકાલીન સત્રમાં ગુરૂવારે સદનની અંદરની સાથે જ બહાર પણ ખૂબ હંગામો થયો. સંસદ પરિસરમાં ગુરૂવારે સવારે થહેલ ધક્કા-મુક્કીમાં ઓડિશાના બાલાસોરથી સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા અને તેમણે આ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા. જ્યારબાદ ગઈકાલે આખો દિવસ રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા. યુઝર્સે દાવો કર્યો કે રાહુલ ગાંધી જે જૂતા પહેરીને સંસદમાં આવ્યા હતા તેની કિમંત ત્રણ લાખ રૂપિયા છે.  જો કે જ્યારે સજગની ટીમે વાયરલ ન્યુઝની પડતાલ કરી તો હકીકત સામે આવી. 
 
 
શુ છે યુઝર્સનો દાવો 
સોશિયલ મીડિયા પર @alkumar25000 નામના એક્સ યુઝરે રાહુલ ગાંધીની તસ્વીર શેયર કરતા લખ્યુ - આ તસ્વીર ખૂબ વાયરલ છે જેમા બતાવાય રહ્યુ છે કે રાહુલ ગાંધીના જૂતાની કિમંત ત્રણ લાખ રૂપિયા છે. આજે જાણ થશે કે આટલા મોંઘા જૂતા પણ મળે છે. 

<

यह तस्वीर बहुत वायरल है जिसमें बताया जा रहा है कि राहुल गांधी के जूतों की कीमत तीन लाख रुपए है।

आज पता चला कि इतने महंगें जूते भी आंतें है.. pic.twitter.com/dsYDVDYffT

— Ashish Yadav (@alkumar25000) December 20, 2024 >
 
બીજી બાજુ @gaurish_1985 નામના યુઝરે પણ આ જ તસ્વીરને શેર કરતા લખ્યુ - રાહુલ ગાંધીના જૂતાની કિમંત જાણી લો. આ આખો દિવસ અડાની અંબાનીને ગમે તેવુ બોલે છે અને મોદીજીને પૂંજીપતિઓના મિત્ર બતાવતા રહે છે. પણ શુ આની પાસે આટલા મોંઘા જૂતા સોરોસના પૈસાથી આવે છે શુ ?
 
 
એક અન્ય યુજર  @mind_kracker એ પણ રાહુલ ગાંધીની આ તસ્વીર શેયર કરતા લખ્યુ - શોક બડી ચીજ હૈ. 
<

राहुल गांधी के जूतों की कीमत जान लीजिए। ये दिनभर अडानी अंबानी को भला बुरा कहता है और मोदी जी को पूंजीपतियों का दोस्त बताता है। लेकिन इसके पास इतने महंगे जूते सोरोस के पैसे से आते हैं क्या ? pic.twitter.com/lkuDMzR3SI

— गौरीश बंसल (@gaurish_1985) December 19, 2024 >
શુ મળ્યુ પડતાલમાં ?
 
જ્યારે વેબસાઈટ પર એકાઉંટ બનાવીને સજગની ટીમે જૂતા ઓર્ડર કરવાની કોશિશ કરી તો વેબસાઈટ Sorry We're Closed for now. હાલ ભારત અમારી વેબ શૉપ ભારતના ગ્રાહકો માટે બંધ છે.. 
 
 ત્યારબાદ અમે અન્ય દેશોમાં આ જૂતાની કિમંત સર્ચ કરી તો સિંગાપુરમાં આ જૂતા $289 ડોલર એટલે કે 24,592 રૂપિયાના મળી રહ્યા છે.  
 
રાહુલ ગાંધીએ આ જૂતા ક્યાથી ખરીદ્યા છે તેની કોઈ માહિતી નથી. જો કે www.on.com ની ભારતની ઓરિજિનલ વેબસાઈટ www.on.com/en-in/ પર આ જૂતાની કિમંત 3 લાખ રૂપિયા છે. 
 
નિષ્કર્ષ - સોશિયલ મીડિયા રાહુલ ગાંધીના જૂતાની કિમંત 3 લાખ રૂપિયા હોવાનો દાવો સાચો નીકળ્યો છે. રાહુલ ગાં&ધીએ જે બ્રાંડના જૂતા પહેર્યા છે તેની ઓરિજિનલ વેબસાઈટ પર આ જૂતા ત્રણ લાખ રૂપિયાના જ છે.  

સંબંધિત સમાચાર

Next Article