2019માં પણ મોદી પ્રથમ પસંદગી રહેશે - US વિશેષજ્ઞ

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2017 (13:19 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ જીત મેળવી. આ જીત માટે મોદીને દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. હવે અમેરિકાના એક્સપર્ટ્સ એવુ માની રહ્યા છે કે પીએમ મોદીની આ જીત સ્પષ્ટ બતાવે છે કે 2019માં થનારી સામાન્ય ચૂંટણીમાં પણ તેઓ લોકોની પ્રથમ પસંદ રહેશે. 
 
લોકોની પ્રથમ પસંદ મોદી
 
અમેરિકાની જોર્જ વોશિંગટન યૂનિવર્સિટીના પોલિટિકલ સાયંસ એંડ ઈંટરનેશનલ અફેયર્સના આસિસ્ટેંટ પ્રોફેસર એડમ જીગફેલ્ડનુ માનવુ છે કે ભારતમાં તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં 2014ની સામાન્ય ચૂંટણીથી વધુ અંતર નથી. આ પરિણામ પણ ત્યારની જેમ જ  અસંભવિત છે. બીજેપીના ઉમેદવાર પોતાના પ્રતિદ્વંદીથી ખૂબ અંતરથી જીત્યા છે. બીજી બાજુ અમેરિકન ઈંટરપ્રાઈઝ ઈંસ્ટીટ્યુટના સદાનંદ ધુમેના મુજબ આ જીત બતાવે છે કે પીએમ મોદી 2019માં પણ લોકોની પ્રથમ પસંદ બનશે, તેમના ફરીથી સત્તામાં પરત આવવાની શકયતા વધુ છે. 
 
વિપક્ષની એકજૂટતા જરૂરી 
 
જો કે અન્ય પ્રોફેસર ઈરફાન નૂરુદ્દીને કહ્યુ કે બીજેપીને 2019માં બહુમત તો નહી મળે પણ તે ગઠબંધન દ્વારા સત્તામાં આવશે. તેમણે કહ્યુ કે બીજેપીએ આ રાજ્યોમાં ખૂબ જ ઝીણવટાઈથી પ્રચાર કર્યો છે. 2019માં મોદીને હરાવવા માટે વિપક્ષની એકતા જરૂરી છે. 
 
સદાનંદ ધુમેના મુજબ ચૂંટણી પહેલા લેવામાં આવેલ નોટબંધીનો નિર્ણય લોકોને ખૂબ પસંદ આવ્યો. મુશ્કેલીઓનો સામનો કરવા છતા પણ લોકોએ પીએમ મોદીનું આ મુદ્દે સમર્થન કર્યુ. એક્સપર્ટ્સ માને છે કે આ જીત પછી પીએમ મોદી પોતાના નિર્ણયોમાં ઝડપ લાવી શકે છે. 
Next Article