નાસ્ત્રેદમસ જેણે બતાવ્યુ હતુ ભારતના ઉદયનુ કારણ, મોદી એ જ નેતા છે - સોમૈયા

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2017 (10:36 IST)
સોમવારે બીજેપી સાંસદ કિરીટ સોમૈયાએ લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના ફ્રાંસના જાણીતા એસ્ટ્રોલોજર નાસ્ત્રેમસની એક ખાસ ભવિષ્યવાણી કરી. કિરીટ સોમૈયાએ કહ્યુ ક એ નાસ્ત્રેદમસે કહ્યુ હતુ કે એક દિવસ એક વ્યક્તિ ભારતને અનેક ઊંચાઈઓ પર લઈ જશે. તે વ્યક્તિ નરેન્દ્ર મોદી છે. 
 
પૂરબના સૌથી મોટા નેતા છે મોદી 
 
કિરીટ સોમૈયાએ કહ્યુ કે નાસ્ત્રેદમસે કહ્યુ હતુ કે પૂર્વ માં એક એવા નેતા ઉભરાશે જે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તે નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે.  
 
કિરણ રિજિજૂ પણ કરી ચુક્યા છે તુલના 
 
આ પહેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ પણ પોતાના ફેસબુક પેજ પર એક વિદેશી કોલમિનસ્ટના હવાલાથી આ વાત કહી ચુક્યા છે. ફ્રેંચ કૉલમિનસ્ટ ફ્રેંકોઈસ ગોટિયરે પોતાના લેખમા6 2014ની લોકસભા જીત પછી લખ્યુ હતુ કે નાસ્ત્રેદમસે ભારતમાં પીએમ મોદીની જીતની ભવિષ્યવાની 100 વર્ષ પહેલા જ કરી દીધી હતી. ભવિષ્યવાણી મુજબ પીએમ મોદી લગભગ 20 વર્ષ સુધી ભારતની સત્તા પર રાજ કરશે. 
 
ભગવાનની ભેટ મોદી  
 
આ પહેલા કેન્દ્રીય મંત્રી પણ અનેકવાર પીએમ મોદીની તુલના ગરીબોના મસીહા સાથે કરી ચુક્યા છે. ગયા વર્ષે વેંકૈયાએ કહ્યુ હતુ કે મોદીજી ભારત માટે ગોડ ગિફ્ટ છે. તેઓ ગરીબોના મસીહા છે. તેમને દરેક ક્ષેત્રમાં પડકાર વિરાસતમાં મળી છે.  તે એ પડકારનો સામનો કરવાની કોશિશ કરે રહ્યા છે.
 
કોણ છે નાસ્ત્રેદમસ ? 
 
મહાન એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસ વિશ્વના મહાન ભવિષ્યવાણી કરનારા વ્યક્તિઓમાંથી એક માનવામાં આવે છે.  તેમની અનેક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. જેમાંથી હિટલરનુ હોવુ અમેરિકામાં 9/11 નો હુમલો થવોનો સમાવેશ છે. 
Next Article