2 કિલો ટમેટાં માટે 2 બાળકોને મુક્યા ગીરવે

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (11:02 IST)
2 કિલો ટમેટાં માટે 2 બાળકોને મુક્યા ગીરવે - ઓડિશાના કટકમાં એક યુવકે ટામેટા માટે બે સગીરાને શાકની દુકાન પર ગિરવી મૂક્યો . બન્ને સગીરાઓને આ વાતની જાણ પણ ન થઈ. જ્યારે દુકાનદારે પૂછપરછ કરી ત્યારે સત્ય સામે આવ્યો 
 
હકીકતમાં, કટકમાં બે કિલો ટામેટાં માટે બે સગીરોને લગભગ બે કલાક સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. આ ઘટના કટકના છત્રબજાર વિસ્તારની છે. સગીરોએ જણાવ્યું કે વોશિંગ મશીનને બીજે ક્યાંક શિફ્ટ કરવા માટે એક વ્યક્તિ તેમને ભુવનેશ્વરથી 300 રૂપિયામાં લાવ્યો હતો. તે પછી તે યુવક ટામેટાની દુકાન પર ગયો અને ત્યાં 10 કિલો ટામેટા ખરીદવાની વાત કરી. 
 
પછી યુવકે બે કિલો ટામેટાખરીધા અને કહ્યુ કે હુ થેળો લાવાનુ ભૂલી ગયો. પછી તેણે બન્ને સગીરાઓને સુરક્ષા રૂપે શાક વાળાને ત્યાં તેને મૂકી દીધો અને કહ્યુ કે થોડી વારમાં પૈસા લઈને આવી રહ્યો છુ. તે પછી તે યુવક બે કિલો ટામેટા લઈને ફરાર થઈ ગયો. 
2 કિલો ટમેટાં માટે 2 બાળકોને મુક્યા ગીરવે 

સંબંધિત સમાચાર

Next Article