Delhi Violence: મૌજપુરમાં હિંસા દરમિયાન પોલીસ કર્મચારી પર પિસ્તોલ તાનનારો શાહરૂખની ધરપકડ

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (13:39 IST)
નવી દિલ્હી નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ અને સમર્થન દરમિયાન ઉત્તર પૂર્વી દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે.  મૌજપુર હિંસા દરમિયાન દિલ્હી પોલીસે હવાલદાર દીપક દહિયા પર બંદૂક તાણનારા શાહરૂખને ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. તાજી માહિતી મુજબ શાહરૂખનેઉત્તર પ્રદેશના શામલી પાસેથી ધરપકડ કરવામાં આવી છે તે બરેલીથી નીકળી ગયો હતો. 
 
નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં હિંસક પ્રદર્શન થયા હતાં. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરનારો લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સની ઓળખ કરવામાં આવી હતી જેનું નામ શાહરૂખ હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બરેલીમાં છુપાયેલા શાહરૂખની મંગળવારે ધરપકડ કરી લીધી છે.
 
આરોપી યુવક શાહરૂખની જાણકારી મળ્યા બાદથી જ પોલીસ અને સ્પેશલ સેલની 10 ટીમ તેની શોધખોળમાં લાગી ગઈ હતી. એવા અહેવાલો સામે આવ્યા હતા કે ફાયરિંગ કરનારો યુવક શાહરૂખ ઉત્તર પ્રદેશમાં છુપાયેલો છે. દિલ્હી હિંસામાં 45થી પણ વધુ લોકોના મોત થયા છે.
 
દિલ્હીના મૌજપુર વિસ્તારમાં ફાયરિંગ કરનારો આરોપી યુવક શાહરૂખ ફાયરિંગ કર્યા બાદ પાણીપત પહોંચ્યો હતો. ત્યારબાદ તે કૈરાના, અમરોહા જેવા પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં છુપાતો રહ્યો હતો. દિલ્હીની સ્પેશલ સેલને શાહરૂખની કૉલ ડિટેલની જાણકારી મળી હતી. જેમાં આરોપી ઉત્તર પ્રદેશના બરેલીમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. આખરે પોલીસે આજે શાહરૂખની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article