Delhi Violence - પોલીસને તાહિર અને શાહરૂખનો ન મળ્યો પત્તો, અત્યાર સુધી 209ની ધરપકડ

સોમવાર, 2 માર્ચ 2020 (10:45 IST)
ઉત્તર પૂર્વી દિલ્હીના અનેક વિસ્તારમં વીતેલા દિવસોમાં રમખાણોમાં પોલીસે અત્યાર સુધી 209ની ધરપકડ કરી છે. 254 એફઆઈઆર નોંધાવી ચુક્યા છે. આ ઉપરાંત પોલીસે 903 લોકોની પૂછપરછ માટે ધરપકડ કરી છે. હિંસામાં મરનારાઓની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે. તો બીજી બાજુ પોલીસે દિલ્હીમાં હિંસા દરમિયાન પોલીસ પર પિસ્તોલ તાનનારા શાહરૂખ અને જેના ઘરમાંથી પત્થર અને બોમ્બ ફેંકવાનો આરોપ લાગ્યો છે એ તાહિરનો પોલીસને અત્યાર સુધી કોઈ પત્તો મળ્યો નથી. 
no-clue-of-tahir-and-shahrukh
 
આ હાલ ત્યારે છે કે જ્યારે તેમની ધરપકડ માટે ન ફક્ત વિસ્તારની પોલીસ લાગી છે. પરંત ક્રાઈમ બ્રાંચ અને સ્પેશ્યલ સેલ સહિત અન્ય બીજા યુનિટને પણ લગાવેલ છે. પોલીસે શનિવારે પણ દિલ્હીથી લઈને તાહિરના પૈતૃક અમરોહા સુધી છાપામારીની મગર તેની ક્યાય ભાળ મળી નથી. 
 
નિકટના પૂછપરછ પોલીસે તાહિર હુસૈનના સંબંધીઓ અને તેના નિકટન લોકોની લિસ્ટ પણ તૈયાર છે. પોલીસે તેમની પણ પૂછપરછ કરી રહી છે. અંકિત શર્માના પરિજનોએ તાહિર પર અનેક ગંભીર આઓપ લગાવ્યા છે. તેથી તેની શોધ કરવામાં આવી રહી છે. 
 
સહાયતા મળવાની શરૂ થઈ 
 
દિલ્હી સરકારે રવિવારે કહ્યુ કે ઉત્તર પૂર્વી દિલ્હીમાં ગયા અઠવાડિયે થયેલ સાંપ્રદાયિક હિંસાના પીડિતોને 25000 રૂપિયાની તત્કાલ મદદ મળવી શરૂ થઈ જાય છે.  તમે સરકારે એક નિવેદનમાં કહ્યુ કે હિંસા પ્રભાવિત ચારેય મંડળોમાં અધિકારીઓએ પીડિતોને તેમના ઘરના દરવાજા પર તત્કાલ રાહતના રૂપમાં નાણાકીય મદદ આપવી શરૂ કરી દીધી છે. 
 
હિંસાગ્રસ્ત વિસ્તારમાં 45 કંપની ગોઠવાય 
 
સમગ્ર હિંસાગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ પોલીસ ઉપરાંત અર્ધસૈનિક બળની લગભગ  45 વધુ કંપની સુરક્ષાબળોના ગોઠવાયા છે.  જે વિસ્તારમાં સતત ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. બીજી બાજુ 50થી વધુ પોલેસ કર્મચારીઓની જુદી જુદી ટીમો અમન કમિટી ઉપરાંત વિસ્તારના સામાજીક અને ધાર્મિક સંગઠનો સાથે મળીને શાંતિ બેઠક કરી રહ્યા છે. જ્યારે કે મંદિર અને મસ્જિદમાંથી પણ સતત શાંતિ કાયમ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર