એયર સ્ટ્રાઈક પર બોલ્યા સિદ્ધુ - શુ ખરેખર માર્યા ગયા 300 આતંકવાદી કે ફક્ત ઝાડ ઉખાડવા ગયા હતા ?

Webdunia
સોમવાર, 4 માર્ચ 2019 (14:20 IST)
પુલવામાં હુમલાનો જવાબ આપતા ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણો પર એયર સ્ટ્રાઈક કરી હતી. જો કે હવે આ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારાઓની લિસ્ટમાં કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુનુ પણ નામ જોડય ગયુ છે. 
 
તેમણે ટ્વીટ કર્યુ કે  શુ પાકિસ્તાનમાં 300 આતંકવાદી માર્યા ગયા ? હા યા નહી.. જો નહી તો તેનો હેગુ શુ હતુ ? શુ તમે ત્યા ફક્ત વૃક્ષો ઉખેડવા ગયા હતા ? શુ આ ફક્ત એક ચૂંટણીલક્ષી નાટક હતુ ?
 
 
 
આ પહેલા કોંગ્રેસના દિગ્વિજય અને પી. ચિદંબરમ જેવા નેતા પણ એયર સ્ટ્રાઈક પર સવાલ ઉભો કરી ચુક્યા છે ચિંદંબરમે કહ્યુ હતુ અમે સરકારના એયર સ્ટ્રાઈકના દાવા પર વિશ્વાસ કરવા તૈયાર છે પણ પહેલા એ તો બતાવો કે એયર સ્ટ્રાઈકમાં 300 થી 350 આતંકવાદીઓ માર્યા જવાની પુષ્ટિ કોણે કરી ? બીજી બાજુ દિગ્વિજય સિંહે કહ્યુ હતુ કે હ ઉ એયર સ્ટ્રાઈક પર સવાલ નથી કરતો પણ આ તકનીકી સમય છે. આજકાલ સેટેલાઈટથી તસ્વીરો લેવી શક્ય છે. જેવી અમેરિકાએ ઓસામા ઓપરેશન ના પુરાવા આખી દુનિયાને આપ્યા હતા. એવા જ પુરાવા આપણે પણ એયર સ્ટ્રાઈકના આપવા જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલ હુમલા પછી સિદ્ધુએ પોતાના નિવેદનને લઈને ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.  ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલા પર વાત કરતા સિદ્ધુએ કહ્યુ હતુ.. કેટલાક લોકોને કારણે શુ તમે આખા દેશને ખોટો ઠેરવી શકો છો ? અને શુ તેને કારણે કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવી શકાય છે. તેમણે એ પણ કહ્યુ કે આ હુમલો કાયરતાની નિશાની છે અને જેની ભૂલ છે તેને સજા મળવી જોઈએ. 
 
સિદ્ધૂના આ નિવેદન પછી તેની ઘણી આલોચના થઈ હતી અને તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

Next Article