દારૂ પીવડાવતી પછી 5 સ્ટાર હોટલમાં જઈને સગીર વિદ્યાર્થી સાથે યૌન સબંધ બનાવતી હતી મહિલા ટીચર, POCSO હેઠળ ધરપકડ

Webdunia
ગુરુવાર, 3 જુલાઈ 2025 (10:52 IST)
sexual harassment
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી સગીર વિદ્યાર્થી સાથે યૌન ઉત્પીડનનો એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે.  એક મહિલા શિક્ષિકા પર વિદ્યાર્થી પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, મુંબઈની એક જાણીતી શાળામાં એક મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંઘ્યા હતા. આ મામલો બહાર આવ્યા બાદ, પરિવારની ફરિયાદના આધારે, પોલીસે જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ (POCSO) કાયદા હેઠળ મહિલા શિક્ષિકાની ધરપકડ કરી. આ ઘટનાની સંપૂર્ણ વિગતો આ મુજબ છે. 
 
બહેનપણી દ્વારા વિદ્યાર્થીને ફસાવ્યો 
 
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, મહિલા શિક્ષિકા બાળકોને અંગ્રેજી શીખવે છે. તેણે 11મા ધોરણમાં અભ્યાસ કરતા 16 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સંબંધ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરના નિવેદન મુજબ, જ્યારે વિદ્યાર્થીએ શરૂઆતમાં મહિલા શિક્ષિકાનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, ત્યારે મહિલા શિક્ષિકાએ તેના એક બહેનપણી દ્વારા છોકરાને મનાવી લીધો. 
 
5 સ્ટાર હોટલમાં જઈને કર્યુ ઉત્પીડન 
ઘટનાને લઈને મળતી માહિતી મુજબ મહિલા શિક્ષક દરેક વખતે વિદ્યાર્થીને પહેલા દારૂ પીવડાવતી હતી. ત્યારબાદ તે વિદ્યાર્થીને દક્ષિણ મુંબઈ અને એરોડ્રામ પાસેના અનેક ફાઈવ સ્ટાર હોટલમાં લઈ જવા લાગી. તેણે ત્યા સગીર વિદ્યાર્થી સાથે શારીરિક રિલેશન બનાવ્યા. 
 
કેવી રીતે થયો આ મામલાનો ખુલાસો ?
અનેક મહિનાઓ પછી વિદ્યાર્થીના પરિવારે તેના વ્યવ્હારમાં બદલાવ જોયો અને તેની સાથે આ અંગે વાત કરી. જ્યારબાદ સગીરે પોતાના પરિવારને સમગ્ર ઘટનાક્રમ બતાવ્યો. પરિવારે આ વાતની ફરિયાદ મુંબઈ પોલીસમાં કરી. ત્યારબાદ પોલીસે મહિલા શિક્ષિકા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી.  આ મામલે મહિલા શિક્ષિકાની મદદ કરનારી તેની બહેનપણી હજુ પણ ફરાર છે.  
 
વિદ્યાર્થીને એંટ્રી ડિપ્રેસેંટ દવાઓ આપતી હતી મહિલા ટીચર 
પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ પીડિત વિદ્યાર્થી સાથે આ યૌન ઉત્પીડન છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી કરી રહી હતી. મળતી માહિતી મુજબ મહિલા ટીચર વિદ્યાર્થીને એંટી ડિપ્રેસેંટ દવાઓ પણ આપતી હતી જેથી તે ચુપ રહે. 
 

સંબંધિત સમાચાર

Next Article