મોદી સરકારના બીજા કાર્યકાળની લોકપ્રિયતા પર ભારે પડ્યો કોરોના ? જાણો સર્વે મુજબ લોકો મોદી સરકારની કંઈ વાતો પર નારાજ છે

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (22:33 IST)
દેશમાં એપ્રિલ મહિનામાં શરૂ થઈ કોરોના વાયરસની બીજી લહેરને કારણે ભારે બરબાદી થઈ. દુનિયામાં પહેલીવાર કોઈ દેશમાં ચાર લાખથી વધુ દૈનિક મામલા સામે આવ્યા.  કુલ મૃતકોના આંકડા પણ ત્રણ લાખને પાર પહોંચી ગયા આ સૌની વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પણ પુરા થઈ ગયા. છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર કોરોનાને કારણે મોદી સરકારની આટલી અધિક આલોચના થઈ રહી છે. એક તાજા સર્વે મુજબ મોદી-2.0થી નારાજગીનુ સૌથી મોટુ કારણ કોરોના મહામારી છે.  આ સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે બીજા કાર્યકાળમાં મોદી સરકાર જે રીતે કોરોનાનો સામનો કરી રહી છે તેનાથી લોકો ખૂબ નારાજ છે.  ગ્રામીણ વિસ્તારની તુલનામાં આ નારાજગી શહેરમાં રહેનારા લોકોમાં ખૂબ વધુ છે. 
 
મોદી-2.0માં ક્યા કારણોસર નારાજ છે લોકો  ?
 
ન્યુઝ ચેનલ એબીપી ન્યૂઝ-સી વોટર દ્વારા મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પુરા થતા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં સામે આવ્યુ છે કે શહેરમાં રહેનારા 44 ટકા લોકો મોદી સરકારના કોરોનાનો સામનો કરવાના તેમની યોજનાઓથી ખૂબ નારાજ છે. બીજી બાજુ ગ્રામીણ વિસ્તારમાં આ નારાજગી 40 ટકા છે. સર્વેમાં ખેડૂત કાયદાને લઈને શહેરમાં 20 ટકા લોકો નઆરાજ છે. જ્યારે કે ગ્રામીણ ક્ષેત્રોમાં આ નારાજગી 25 ટકા છે. ઉલ્લેખનીય છે કે કેંદ્ર સરકારે છેલ્લા તરણ નવા કૃષિ કાયદા પસાર કર્યા હતા, જેને લઈને પંજાબ, હરિયાણા, પશ્ચિમ યૂપી સહિત અનેક સથાન પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. છ મહિના પછી પણ દિલ્હીની વિવિધ સીમાઓ પર પ્રદર્શન ચાલુ છે. 
 
સીએએ પર દિલ્હીમાં થયેલા રમખાણો પર કેટલા લોકો નારાજ ? 
 
સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યુ કે તે સીએએના મુદ્દા પર ગયા વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય રાજઘાની દિલ્હીમાં થયેલ રમખણોને લઈને શુ વિચાર રાખે છે, તો શહેરના 9 ટકા લોકોએ નારાજગી પ્રકટ કરી. ગ્રામીણ વિસ્તારના પણ 9 ટકા લોકો મોદી સરકારના બીજા કાર્યકાળથી દિલ્હી રમખાણોને લઈને નારાજ છે. આ ઉપરાંત ચીન સીમા વિવાદ પર શહેરના સાત ટકા, ગામના 10 ટકા લોકો નારાજ છે. સર્વે મુજબ અન્ય મુદ્દાને લઈને શહેરી વિસ્તાના 20 ટકા અને ગ્રામીણ વિસ્તારના 17 ટકા લોકોએ પોતાની નારાજગી બતાવી છે. 
 
આજે દેશમાં સૌથી વધુ પરેશાની શું છે?
સર્વે દરમિયાન જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે આજે દેશમાં તેમના માટે સૌથી મોટી સમસ્યા શું છે? તો 36 ટકા લોકોએ કોરોના વાયરસ નોંધાવ્યો હતો. બેરોજગારીના મુદ્દે 18 ટકા લોકો સંમત થયા હતા, જ્યારે 10 ટકા લોકો મોંઘવારીને  કારણે પરેશાન છે. સાત ટકા અને ચાર ટકા લોકોએ કૃષિ ક્ષેત્રને ભ્રષ્ટાચારને કારણે સૌથી મોટી સમસ્યા ગણાવી છે. ઉલ્લેખનીય છે કે  એબીપી ન્યૂઝ-સી મતદાતાનો આ સર્વે 23 મેથી 27 મેની વચ્ચે કરવામાં આવ્યો છે. આ સર્વેનો સૈપલ સાઈઝ  12 હજાર 70 લોકોનો  છે.

સંબંધિત સમાચાર

Next Article