સંયુક્ત રાષ્ટએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝ્હરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. મસૂદ અઝહરના બચાવમાં દિવાલની જેમ ઉભુ રહેલુ ચીન છેવટે ઘુંટણિયે આવ્યુ. ચીનના પગલા પાછળ હટતા જ પાકિસ્તાન આ મામલે એકલુ પડી ગયુ અને તેને પણ છેવટે પોતાનુ વલણ બદલવા પર મજબૂર થવુ પડ્યુ.