કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનુ નિધન, લાંબા સમયથી ચાલી રહી હતી સારવાર

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (10:47 IST)
કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનુ સોમવારે નિધન થઈ ગયુ. કાલવીની જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમા લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ્સ મુજબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોડી રાત્રે કાલવીને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને આને કારણે તેમનુ નિધન થઈ ગયુ. 2022મા કાલવીને બ્રેન સ્ટોક આવ્યો હતો અને એ સમયે પણ સવાઈ માન સિંહ હોસ્પિટલમાં જ તેમની સારવાર કરવામાં આવી હતી.  કાલવીની બોડી અંતિમદર્શન માટે જયપુરના રાજપૂત સભા ભવમાં મુકવામાં આવશે.  
 
નાગૌર જીલ્લામાં પૈતૃક ગામમાં થશે અંતિમ સંસ્કાર 
 
લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર નાગૌર જિલ્લામાં તેમના વતન ગામ કાલવી ખાતે કરવામાં આવશે. કાલવીએ વર્ષ 2006માં 'શ્રી રાજપૂત કરણી સેના'ની સ્થાપના કરી હતી. કરણી સેનાએ 'પદ્માવત' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોનો જોરદાર વિરોધ કર્યો હતો. 'પદ્માવત'ના શૂટિંગ દરમિયાન જયપુરમાં ઘણો હંગામો થયો હતો. જો કે કાલવીએ ક્યારેય હિંસાને યોગ્ય નથી માન્યું અને તેણે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ હોવું જોઈએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી કલ્યાણ સિંહ કાલવીના પુત્ર લોકેન્દ્ર જીવનના તમામ ક્ષેત્રના લોકોને સાથે લેવા માટે જાણીતા હતા. તેઓ અસ્પૃશ્યતા અને ભેદભાવના કટ્ટર વિરોધી હતા.
 
2003માં સામાજીક ન્યાય મંચની રચના કરવામાં આવી 
 
કરણી સેનાના નેતા લોકેન્દ્ર સિંહ હાલવીએ 2003માં કેટલાક રાજપૂત નેતાઓએ સાથે મળીને સામાજીક ન્યાય મંચની રચના કરવામાં આવી હતી અને સુવર્ણો માટે અનામત આંદોલન શરૂ કર્યુ હતુ.  કાલવીએ બે વખત લોકસભાની ચૂંટણી પણ લડી હતી પરંતુ જીતી શક્યા ન હતા. તેમના પિતા કલ્યાણ સિંહ કાલવી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકારમાં મંત્રી હતા. કાલવીએ તેમના પિતાના અકાળ અવસાન પછી રાજકારણમાં પ્રવેશ કર્યો. કાલવીએ અજમેરની મેયો કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું, જે શાળા ભૂતપૂર્વ રાજવીઓ દ્વારા પસંદ કરવામાં આવતી હતી, અને તેમની હિન્દી અને અંગ્રેજી બંનેમાં ભાષા પર સારી પકડ હતી.

સંબંધિત સમાચાર

Next Article