સુરતમાં વિધર્મી જીમ ટ્રેનરે યુવતીની છેડતી કરતાં પરિવારજનોએ ઢોરમાર મારીને પોલીસ હવાલે કર્યો

સોમવાર, 13 માર્ચ 2023 (17:01 IST)
સુરતના ઉધનામાં શેપ કલ્ટ ફીટનેસ જીમના વિધર્મી ટ્રેનરે યુવતીને મેસેજ કરી હેરાનગતિ કરતા યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. જ્યાં યુવતીના પરિવારજનોએ જીમ ટ્રેનરને સબક શીખવાડવા તેને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. ઘટનામાં પોલીસે જીમ ટ્રેનર વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

રાંદેરમાં રહેતા 28 વર્ષીય જીમ ટ્રેનર સોહીલ હારૂન સૈયદ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક હિંદુ યુવતીને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવી રહી હતી.વિધર્મી યુવક જીમ ટ્રેનર દ્વારા છેલ્લા કેટલાક સમયથી યુવતીને મોબાઈલ નંબર પર ફોન અને મેસેજ કરી હેરાન કરી રહ્યો હતો. જેથી યુવતીએ કંટાળી જઈ તેને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ આ ઇસમે સોશિયલ મીડિયા પર મેસેજ કરી યુવતીને પરેશાન કરતો હતો. જેથી મહિલા દ્વારા આ બાબતની જાણ પોતાના પરિવારને કરતાં યુવતીના પરિવારે જીમ પર પહોંચી યુવકની ધુલાઈ કરી હતી અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કર્યો હતો.

વિધર્મી જીમ ટ્રેનર દ્વારા અવારનવાર યુવતીને કોલ કરી જીમ પર બોલાવવા માટે હેરાન પરેશાન કરતો હતો. જેને લઇ કંટાળેલી યુવતીએ આખરે તેના મિત્રો અને પરિવારને જાણ કરી હતી. જેથી રોષે ભરાયેલા પરિવારના સભ્યો દ્વારા જીમ પર પહોંચીને ભારે ધમાલ મચાવી હતી. જ્યાં જીમ ટ્રેનર તરીકે કામ કરી રહેલ સોહીલ હારૂન સૈયદને ઢોર મારવામાં આવ્યો હતો. 15થી 20 જેટલા પરિવારોના સભ્યો સહિત અન્ય લોકો મળી વિધર્મીની ધુલાઈ કરી, માર મારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.લોકોએ ભેગા મળીને જીમ ટ્રેનરને માર માર્યા બાદ ઉધના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અને પોલીસમાં સમગ્ર હકીકત જણાવી તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને આધારે ઉધના પોલીસે જીમ ટ્રેનર સામે છેડતી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર