કરનાલ - બસતાડા ટોલ પાસેથી ઈનોવા સવાર ચાર આતંકીઓની ધરપકડ, ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (13:16 IST)
કરનાલમાં ગુરૂવારે પોલીસને મોટી સફળતા મળી. આઈબીની સૂચના પર કરનાલ પોલીસે બસતાડા ટોલની પાસે ગુરૂવારે ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસને ગાડીમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક હોવાની સૂચના મળી હતી. 
 
ત્યારબાદ શોધ માં બોરોમાં ભરેલા હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા. એસપીએ આખા મામલાની પુષ્ટિ કરી છે. આતંકવાદીઓની ઈનોવા બસતાડા ટોલ ક્રોસ કરી મઘુબન સુધી પહોંચી ચુકી હતી. બીજી બાજુ આરોપી કરનાલ પોલીસના હાથે ચઢી ગયો. હાલ બોમ્બ નિરોધક ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. માહિતીના મુજબ બધા આરોપી 20થી 22 વર્ષના છે અને બધા નાંદેડ જઈ રહ્યા હતા. બપોર પછી પોલીસ સમગ્ર મામલાનો ખુલાસો કરશે. બધા આરોપી પંજાબના છે. 

સંબંધિત સમાચાર

Next Article