રિઝર્વ બેંકે Repo Rateમાં સીધો 0.40 ટકાનો વધારો, હોમ લોન મોંઘી થશે

બુધવાર, 4 મે 2022 (18:35 IST)
રિઝર્વ બેંકે કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરી દીધો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી.
 
રિઝર્વ બેંકે 0.40 ટકાનો વધારો કર્યા બાદ હવે રેપો રેટ વધીને 4.40 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી તમામ બેંક્સ FD પર વ્યાજ વધારી રહી છે અને કેટલીક બેંકે તો લોનના વ્યાજ વધારી પણ દીધા છે. તાજેતરમાં જ HDFCએ પણ હોમ લોનનું વ્યાજ 0.05 ટકા વધાર્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર