આમ આદમી પાર્ટીમાંથી બહાર કરવામાં આવેલ દિલ્હીના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટો હુમલો કર્યો છે. આજે સવારે તેમણે કહ્યુ કે મારી પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા છે અને હુ હવે તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે સીબીઆઈ ઓફિસ જઈ રહ્યો છુ. તેમણે કેજરીવાલને પડકાર આપતા કહ્યુ કે જો હિમંત છે તો મારા વિરુદ્ધ ચૂંટણી લડીને બતાવો.
આજેસવારે 9.15 વાગ્યે કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક ઓપન પત્ર રજુ કર્યો. પોતાના પત્રમાં કેજરીવાલને સંબોધિત કરતા તેણે લખ્યુ છે કે આજે તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવા જઈ રહ્યા છે. પૂર્વ મંત્રીએ પત્ર વાંચતા જણાવ્યુ કે આજે અનેક વાતો મનમાં આવી રહી ચે. અનેક યાદો છે મનમાં. જેમની પાસેથી ભ્રષ્ટાચાર સામે લડવાનું શીખ્યુ છે એમના જ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યો છુ.
કપિલે આગળ કહ્યુ કે જે ગુરૂ પાસેથી મે બાણ ચલાવતા શીખ્યુ છે તેમના પર આજે તીર ચલાવવાનું છે. કૃપા કરીને મને આશીર્વાદ આપો. હુ તમને જ જોઈને જે શીખ્યુ છે હવે એ જ કરવા જઈ રહ્યો છુ. તમારા વિરુદ્ધ મારી પાસે પૂરતા પુરાવા છે. તમે મારા ભગવાન છો પણ તમારા ભ્રષ્ટાચારના વિરુદ્ધ એફઆઈઆર સીબીઆઈમાં નોંધાવીશ. પૂર્વ મંત્રીએ કહ્યુ કે હુ કેજરીવાલજીને 15 વર્ષોથી જાણુ છુ. તેમની દરેક ચાલથી વાકેફ છુ. તેથી હુ દરેક પગલુ ફૂંકી ફૂંકીને મુકી રહ્યો છુ.