પહેલગામ આતંકી હુમલામાં ઈન્દોરના સુનીલ નથનિયાલનું મોત, તેમની પુત્રીને પણ ગોળી વાગી

Webdunia
બુધવાર, 23 એપ્રિલ 2025 (15:53 IST)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઈન્દોરના નથાનિયાલ પરિવારે પોતાના વરિષ્ઠ સભ્ય સુશીલને ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ પહેલા સુશીલને ઘૂંટણ પર બેસાડ્યો અને પછી તેને કલમા પાઠ કરવા માટે દબાણ કર્યું. જ્યારે તેણે કહ્યું કે તેનો ધર્મ ખ્રિસ્તી છે, તો આતંકવાદીઓએ તેને ગોળી મારી દીધી.
ALSO READ: Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?
મળતી માહિતી મુજબ સુશીલની પુત્રી પર પણ ગોળી વાગી હતી અને તે તેના પગમાં વાગી હતી. ઘટના પહેલા સુશીલે તેની પત્નીને ત્યાંથી છુપાવી હતી અને પોતે આતંકવાદીઓની સામે ઉભો રહ્યો હતો, સુશીલ કુમાર નથાનિયાલની પુત્રી આકાંક્ષાને પણ પગમાં ગોળી વાગી હોવાના અહેવાલ છે.

ALSO READ: Pahalgam Attack: પાકિસ્તાનના રક્ષા મંત્રીએ ઓક્યુ ઝેર, કહ્યુ - બલૂચિસ્તાનનો બદલો પહેલગામમા
સુશીલ અલીરાજપુર સ્થિત LICની સેટેલાઇટ બ્રાન્ચમાં પોસ્ટેડ હતો. તે ચાર દિવસ પહેલા તેના 21 વર્ષના પુત્ર એસ્ટન, 30 વર્ષની પુત્રી આકાંક્ષા અને પત્ની જેનિફર સાથે કાશ્મીર ગયો હતો. જેનિફર ખાટીપુરાની સરકારી શાળામાં શિક્ષિકા છે. ઇજાગ્રસ્ત આકાંક્ષા સુરતમાં બેંક ઓફ બરોડામાં નોકરી કરે છે. પરિવાર મૂળ જોબતનો છે. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર પુત્ર અને પત્નીની તબિયત સારી છે.

ALSO READ: મારો ભાઈ દોઢ કલાક જીવતો હતો… તેને બચાવી શકાયો હોત, વિનય નરવાલની બહેનની ચીસોએ દેશ આખો રડાવ્યો

સંબંધિત સમાચાર

Next Article