અમેરિકા - વિમાનમાં સૂતી મહિલાનુ યૌન શોષણ કરનારા ભારતીય વ્યક્તિને 9 વર્ષની જેલ

Webdunia
શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (10:29 IST)
વિમાનમાં એક મહિલાનુ યૌન શોષણ કરનારા ભારતીય એંજિનિયર પ્રભુ રામમૂર્તિ (35) ને અમેરિકાની કોર્ટે 9 વર્ષની સજા સંભળાવી. રામમૂર્તિએ આ વર્ષે જાન્યુઆરીમાં એક કમર્શિયલ પ્લેનમાં મહિલાનુ ઉત્પીડન કર્યુ હતુ. તમિલનાડુના રહેનારા પ્રભુને અમેરિકાની કોર્ટે દોષી કરાર આપ્યો. 
 
2015માં અમેરિકા ગયો હતો રામમૂર્તિ 
 
પ્રભુ રામમૂર્તિ 2015 માં એચ-1 બી વીજા પર અમેરિકા ગયો હતો. ડેટ્રોયટ કોર્ટે કહ્યુ કે રામમૂર્તિને સજા પૂરી થયા પછી ભારત મોકલવામાં આવશે. જજ ટેરેસ બર્જે કહ્યુ કે આ નિર્ણયથી અપરાધ કરનારાઓને સીખ મળશે. પ્રોસ્તિક્યૂટરે પ્રભુ માટે 11 વર્ષની સજાની માંગ કરી હતી. 
 
સજા સાંભળ્યા પછી અર્ટોર્ની મૈથ્યુ સાઈડરે કહ્યુ - જ્યારે વ્યક્તિ વિમાનમાં યાત્રા કરે છે તો સુરક્ષિત રહેવુ તેનો અધિકાર છે.  આ દરમિયાન કોઈ વ્યક્તિનો ખરાબ વર્તાવ કોઈપણ પરિસ્થિતિમાં સહન નથી કરી શકાતો.  અમને પીડિતાના વખાણ કરવા પડશે કે તેઓએ  સામે આવીને આ વિશે બોલવાની હિમંત બતાવી. 
 
ઓગસ્ટમાં ઠેરવાયો હતો દોષી 
 
કોર્ટે પ્રભુ રામમૂર્તિને ઓગસ્ટમા પાંચ દિવસ ચાલતી સુનાવણી પછી દોષી કરાર આપ્યો હતો. નિર્ણય સંભળાવતા પહેલા કોર્ટમાં માત્ર સાઢા ત્રણ કલાક ચર્ચા ચાલી. 
 
કોર્ટમાં રજુ કરવામાં આવેલા પુરાવા મુજબ - રામમૂર્તિએ 3 જાન્યુઆરીના રોજ ફ્લાઈટમાં સૂઈ રહેલી એક મહિલા સાથે દુષ્કર્મ કર્યુ હતુ. વિમાન લાસ વેગાસથી ડેટ્રાયટ આવી રહ્યુ હતુ. રામમૂર્તિ જ્યારે યૌન શોષણ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની બગલમાં જ બેસી હતી. 
 
પ્રોસિક્યૂશને કોર્ટમાં ડિઝિટલ પુરાવા રજુ કર્યા. જ્યારે પીડિતાની આંખ ખુલી તો તેના કપડાને અસ્ત વ્યસ્ત હાલતમાં જોયા અને અટેડેંટને મદદ માટ બોલાવી. એફબેઆઈના સ્પેશલ ઈંચાર્જ એજેટ ટિમ્થી સ્લેટરે કહ્યુ - આ નિર્ણય બતાવે છે કે વિમાનમાં મુસાફરોની સુરક્ષા અમારે માટે સૌથી મહત્વની છે. 
 

સંબંધિત સમાચાર

Next Article