બ્રેકિંગ ન્યુઝ - ભારતે કેનેડા નાગરિકો માટે વિઝા સેવા કરી સ્થગિત

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (12:34 IST)
ભારત અને કેનેડા વચ્ચે ટેંશન વધતુ જઈ રહ્યુ છે. મોટા રાજનિતિક વિવાદ વચ્ચે કેનેડામાં ભારતીય વીઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે બંને દેશ વચ્ચે તનાવ એ સમયે વધી ગયો જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો. જેને ભારતે સંપૂર્ણ રીતે નકારી દીધો. 
 
BLS ઈન્ટરનેશનલ –  કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, 'ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: 21મી સપ્ટેમ્બર 2023 [ગુરુવાર] થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.' વધુ અપડેટ્સ માટે મહેરબાની કરીને BLS વેબસાઇટ તપાસતા રહો.
 
મીડિયા અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, 
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આ નિર્ણય આવ્યો છે. PM મોદી જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.
 
ભારતે આરોપોને 'વાહિયાત' અને 'પ્રેરિત' ગણાવીને ફગાવી દીધા હતા અને કેનેડાના બદલામાં એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા અને કેનેડાએ આ બાબતે એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article