કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, Burhan Waniનો સાથી આતંકી સબજાર ભટ્ટ ઠાર

Webdunia
શનિવાર, 27 મે 2017 (12:07 IST)
કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. ગુપ્ત એજંસીના હવાલા પરથી જાણવા મળ્યુ છે કે કાશ્મીરના ત્રાલમાં હિજબુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર સબજાર અહમદને એનકાઉંટરમાં ઠાર કરવામાં આવ્યા છે. સબજાર એ જ આતંકવાદી છે જે બુરહાન વાની સાથે રહેતો હતો અને બુરહાનના માર્યા ગયા પછી હિજબુલની કમાન તેના હાથમાં હતી. સબજાર ઉપરાંત એક વધુ આતંકી પણ માર્યો ગયો છે.  પણ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. સબજાર બુરહાન વાની સાથે અનેક તસ્વીરો અને વીડિયોમાં જોવા મળી ચુક્યો હતો.  હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 
 
રામપુરમાં 6 આતંકવાદી ઠાર 
 
સેનાએ કાશ્મીરના રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર શનિવારે ઘુસપેઠનો પ્રયાસને નિષ્ફળ કરતા 6 આતંકવાદીઓને ઠાર કર્યા. સેનાના એક અધિકારીએ જણાવ્યુ કે રામપુર સેક્ટરમાં નિયંત્રણ્ રેખા પર વહેલી સવારે સંદિગ્ધ ગતિવિધિઓ જોવા મળી. તેમણે જણાવ્યુ કે સેના અને ઘુસપેઠીયો વચ્ચે મુઠભેડ શરૂ થઈ ગઈ જેમા છ અતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીએ જણાવ્યુ કે વિસ્તારમાં શોધનુ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.  
Next Article