દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડું તેજીથી આગળ વધી રહ્યું છે જેના કારણે ચિંતામાં વધારો થયો છે.
ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે ત્યારે આંધ્ર પ્રદેશનાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી છે. ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે.
બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાન ગુલાબની ચેતવણી ઓડિશા અને આંધ્ર તરફ આગળ વધી રહી છે
આઇએમડી અનુસાર, તે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારા તરફ આગળ વધી શકે છે.