ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે બીજી બાજુ ઠંડી વધુ હોવાથી ઉત્તરાયણના મજા ફીક્કા પડ્યા છે. તો બીજી તરફ, ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે. મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા છે. જોકે ઠંડી ઓછી થતાં ફરી લોકોમાં ઉત્સાહ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 12 થી 15 જાન્યુઆરીની વચ્ચે પંજાબ, ઉત્તર રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ વિસ્તારોમાં ઠંડા મોજાની સ્થિતિની અપેક્ષા છે. 'ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અલબત્ત, બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે અને જેના લીધે કડકડતી ઠંડી અનુભવાશે.
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે.
તેથી સરકારે આદેશ કર્યો છે કે ઉત્તરાયણનો તહેવાર નિમિત્તે પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા પર ભીડ ભેગી નહીં કરવા. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોય છે આ વાત તો ઠીક છે, પરંતુ ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લગાવવાથી સરકારના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.
07:00 PM, 14th Jan
- જેતપુરના નવાગઢ ગામમાં બાઈક પર જતા યુવાનનું ગળુ ચાઈનીઝ દોરીથી કપાયું, ઇજગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ
- રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 146 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા, અમદાવાદમાં સૌથી વધુ 37 લોકોને દોરીથી ઈજા થઈ
02:21 PM, 14th Jan
Ten Rules Of Kite Flying
રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં અમદાવાદમાં પવનની ગતિ સૌથી વધુ છે.17 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં મુશ્કેલી થઈ રહી છે. પતંગ હાથમાં રહેતો જ નથી.
વડોદરામાં હાલમાં 15 કિ.મીની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. સામાન્ય પવન હોવાના કારણે સવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા.
જ્યારે સુરતની વાત કરીએ તો આજે અગાશી ઉપર પણ માહોલ જામતો દેખાઈ રહ્યો છે. હાલમાં સુરતમાં 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરતીઓ પતંગ ચગાવવાની જબરદસ્ત મજા લઈ રહ્યાં છે
01:27 PM, 14th Jan
ગુજરાતમાં પતંગની દોરીથી ઈજા થવાના 36 બનાવો બન્યાં, અમદાવાદમાં જ 12 લોકો દોરીથી ઘાયલ થયાં
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 36 જેટલા બનાવો બની ચૂક્યા છે. અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિના ગળામાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી.
ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી
તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સવારે 9 વાગ્યા સુધીમાં 691 જેટલા કોલ મળ્યા છે. જેમાં 8 બનાવ ગળામાં દોરી વાગવાના, 28 બનાવ નીચે પડવાના બન્યા છે. જેમાં તમામમાં તેઓને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલના સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર બે કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઉડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.
લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે
ઉત્તરાયણને લઈને લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે.પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. 2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.
11:30 AM, 14th Jan
અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સાહ અમદાવાદમાં આજે સવારે લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે. પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે
11:29 AM, 14th Jan
વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સાહ
વડોદરામાં નાના બાળકોથી સૌકોઇના પ્રિય મકરસંક્રાંતના પર્વની સવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું હતું.