61 વર્ષના કમલ છેલ્લા 3 દાયકાથી પત્રકારત્વમાં હતા. તેઓ NDTV સાથે 22 વર્ષ સુધી જોડાયેલા હતા. તેની પત્ની રુચિ પણ લખનૌમાં ન્યૂઝ ચેનલની બ્યુરો હેડ છે. સાથી પત્રકારોએ જણાવ્યું કે તેમના સમાચાર ગુરુવારે સાંજે 7 અને 9 વાગ્યાના પ્રાઇમ ટાઇમમાં ચાલ્યા હતા. પ્રાઇમ ટાઇમ શો હોસ્ટ કરી રહેલી નગમાએ જણાવ્યું કે, કમાલ ખાને કોંગ્રેસના 150 ઉમેદવારોની યાદી પર વાત કરી હતી. ખાને કહ્યું હતું કે પ્રિયંકાના આ નિર્ણયની લાંબા ગાળાની અસર પડશે.