દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં 45મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. જીએસટી બેઠકમાં અંસખ્ય ચીજોના ટેક્સની સમિક્ષા કરવામાં આવશે. 11 જેટલી કોવિડ 19ની દવાઓ પર ટેક્સની છૂંટ આપવાની વિચારણા થઈ શકે છે.જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપોને રેસ્ટરન્ટમાં ગણતરી કરી 5 ટકા ટેક્સ લગાવી શકાય છે.
11:57 AM, 17th Sep
ફૂડ ડિલિવરી એપ્સ પર GST
ફૂડ ડિલિવરી એપ્સ Zomato, Swiggy જેવા ક્લાઉડ કિચનથી ભોજન મંગાવવા પર GST લગાવવા પર કાઉન્સિલમાં વિચાર થઇ શકે છે. કમિટિના ફિટમેંટ પેનલે કાઉન્સિલથી ફૂડ ડિલિવરી એપ્સને ઓછામાં ઓછા 5 ટકા GST ના દાયરામાં લાવવાની ભલામણ કરી છે
11:47 AM, 17th Sep
શું GST ના દાયરામાં આવશે પેટ્રોલ ડીઝલ
11:38 AM, 17th Sep
સસ્તા થઈ જશે પેટ્રોલ ડીઝલ
આ વર્ષે માર્ચમાં એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગે તેના અહેવાલમાં કહ્યું હતું કે જો પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યોની આવકમાં જીડીપીના માત્ર 0.4 ટકાનો ઘટાડો થશે. તે જ સમયે, પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવ્યા પછી, દેશભરમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટર પર આવી શકે છે.
11:34 AM, 17th Sep
નાણામંત્રી જે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. તેમા ખાસ કરીને પેટ્રોલ ડિઝલના ભાવને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી શકે છે. જેમા પેટ્રોલ અને ડિઝલને GSTમાં લેવામાં આવશે કે નહી તે મુદ્દે મોટી જાણકારી આપવામાં આવશે.
11:20 AM, 17th Sep
પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીની અંદર સમેલ કરવાની વિચારણમાં બેઠકમાં થઈ શકે છે. જો કાઉન્સિલમાં આ બાબતે સમજૂતી થાય તો આનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.