સરકાર જલ્દી કરી શકે છે સીબીઆઈ પ્રમુખની જાહેરાત, કોંગ્રેસનો વિરોધ કર્યો નજરઅંદાજ

Webdunia
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (12:52 IST)
સીબીઆઈ નિદેશક (CBI Chief)ને પસંદ કરવા માટે શુક્રવારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની બેઠકમાં પ્રસ્તાવિત નામોને લઈને સમિતિના સભ્ય કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ના વિરોધ છતા કેન્દ્ર જલ્દી એજંસીના આગામી પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે.   અધિકારીઓએ જણાવ્યુ કે  એવુ સમાજ્ય રહ્યુ છે કે ત્રણ સભ્યોની પંસદગી સમિતીની બીજી બેઠકના દરમિયાન સરકારે એવા કેટલાક અધિકારીઓના નામ સામે મુક્યા, જેણે સીબીઆઈ નિદેશક પદ પર નિમણૂક યોગ્ય માનવામાં આવી છે. 
 
અધિકારીઓએ જણાવ્યું કે, સિલેક્શન કમિટીની બીજી બેઠક દરમિયાન સરકારે કેટલાક એવા અધિકારીઓના નામની પંસદી કરી છે જેઓને સીબીઆઈના વડા તરીકે નિયુક્તિ માટે યોગ્ય માનવમાં આવ્યા છે. જો કે આ નામો પર સમિતના સભ્ય કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે બેઠક દરમિયાન કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
 
સીબીઆઈના પદ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારી જાવેદ અહમદ, રજની કાંત મિશ્રા અને એસએસ દેસવાલનું નામ રેસમાં સૌથી આગળ છે. શિવાનંદ ઝાનું નામ પણ આ પદ માટે લેવામાં આવી રહ્યું છે. આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈ પ્રમુખનું પદ 10 જાન્યુઆરીથી ખાલી છે.
 
આ પહેલા કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ નિદેશકનું પદ સંવેદનશીલ છે અને લાંબા સમય સુધી આ પદ પર અંતરિમ ચીફને રાખવું ઠીક નથી. જેથી કેન્દ્ર સરકારે તત્કાલ કેન્દ્રીય તપાસ બ્યૂરો માટે નિયમિત વડાની નિમણૂંક કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

Next Article