Budget 2019 : ખેડૂતો માટે આ મોટા એલાન કરી શકે છે મોદી સરકાર

શનિવાર, 1 જૂન 2019 (10:11 IST)
Budget 2019 મોદી સરકાર પોતાના કાર્યકાળનુ અંતિ બજેટ રજુ કરવા જઈ રહી છે. આ અંતરિમ બજેટ છે કારણ કે ત્રણ મહિના પછી લોકસભા ચૂંટણી થવાની છે. પછી નવી સરકાર બનશે ત્યારે પૂર્ણ બજેટ રજુ કરી શકાશે. એવુ કહેવામા6 આવી રહ્યુ છે કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખતા લોકલોભામણુ બજેટ રજુ કરી શકે છે એટલે દેશની વસ્તીમાં સર્વાધિક 65 ટકા જનસંખ્યા ખેડૂતોની છે. તો દેખીતુ છે કે વોટરોમાં સૌથી વધુ ખેડૂત જ હશે. તેથી સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ખેડૂતો માટે વચન પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. તેથી ખેડૂત સરકારથી નારાજ ચાલી રહી છે. કારણ કે તેને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. જેના કારણે હાલત ઠીક નથી. અનેક રાજ્યોમાં ખેડૂતોની આત્મહત્યાની પ્રક્રિયા રોકાવવાનુ નામ નથી લઈ રહી. પણ આ બજેટમાં ખેડૂતો માટે ડાયરેક્ટ ફંડ ટ્રાંસફર અને વ્યાજ ફ્રી લોન આપવાનુ એલાન થઈ શકે છે. 
 
ગયા વર્ષે મોદી સરકારે ખેડૂતોના જીવનને સારુ બનાવવા માટે ડાયરેક્ટ ટ્રાંસફર સ્કીમ તૈયાર કરી હતી. આ સ્કીમમાં પ્રતિ એકર 4000 રૂપિયા (વધુમાં વધુ 10,000 રૂપિયા) માટે ડીબીટી પ્રસ્તાવિત છે અને 1 લાખ રૂપિયા સુધીના જીરો વ્યાજ ખેડૂત લોન આપવાની વાત છે. જેના પર 2.28 લાખ કરોડ રૂપિયા ખર્ચ હોવાનુ અનુમાન હતુ. જેને કારણે આ રોક લગાવવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર હવે ગરીબ ખેડૂતો માટે ન્યૂનતમ ગેરંટી યોજના લાવી શકે છે. જેની જાહેરાત બજેટ દરમિયાન થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર