મોદી સરકારની ખાસ યોજના, બિઝનેસ કરવા માટે ગેરંટી વગર સરકાર આપશે 10 લાખ રૂપિયા સુધીની લોન

બુધવાર, 29 મે 2019 (16:16 IST)
જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો  અને એ માટે કર્જ ન મળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પ્રધાનમંત્રી મોદીની આ ભેટ તમારે માટે છે. સરકારે નાના ઉદ્યમીઓને લોન આપવા માટે મુદ્રા યોજના રાખી છે. જેના હેઠળ ઉદ્યમીઓને વેપાર શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. આ લોનની વિશેષતા એ છે કે લોન ગેરંટી વગર મળી જાય છે. આવો અમે તમને બતાવી રહ્યા છે કે કોને અને કેવી રીતે મળી શકે છે તમને લોન... 
 
શુ છે મુદ્રા લોન યોજના 
 
આ યોજના એપ્રિલ 2015માં શરૂ થઈ હતી. જેના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સહેલાઈથી લોન ઉપલબ્ધ કરાવવી છે. સાથે જ વધુ ઉદ્યોગો સાથે મોટી સંખ્યામાં રોજગાર તક બનશે.  મુદ્રા યોજના પહેલા નાના વેપારીઓ 
માટે બેકમાંથી લોન લેવામાં ઘણી ઔપચારિકતા પૂરી કરવી પડતી હતી.  લોન લેવા માટે ગેરંટી પણ આપવી પડતી હતી.  આ કારણે અનેક લોકો ઉદ્યમ તો શરૂ કરવા માંગતા હતા પણ બેંક લોન લેવાથી ગભરાતા હતા.  પ્રધાનમંત્રી મુદ્રા  યોજનાનુ પુરૂ નામ માઈક્રો યૂનિટ ડેવલોપમેંટ રીફાઈનેસ એજંસી (Micro Units Development Refinance Agency)છે.  
 
કોને થઈ શકે છે ફાયદો ?
 
કોઈપણ વ્યક્તિ જે પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે તે આ યોજાન હેઠળ લોન લઈ શકે છે.  જો તમે વર્તમાન વેપારને આગળ વધારવા માંગો છો અને એ માટે પૈસાની જરૂર છે તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. 
 
 
ગેરંટી વગર મળે છે લોન 
 
મુદ્રા યોજના હેઠળ ગેરંટી વગર લોન મળે છે. આ ઉપરાંત લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ નથી. મુદ્રા યોજનામાં લોન ચુકવવાની અવધિ 5 વર્ષ સુધી વધારી શકાય છે.  લોન લેનારાઓને એક મુદ્રા કાર્ડ મળે છે. જેની મદદથી વેપારી જરૂર પર આવનારા ખર્ચ કરી શકે છે. 
 
મુદ્રા રૂપિયા સુધી મળે છે લોન ?
 
મુદ્રામાં ત્રણ પ્રકારની લોન મળે છે. (શિશુ લોન)શિશુ લોન હેઠળ 50,000 રૂપિયા સુધી કર્જ આપવામાં આવે છે. (કિશોર લોન) હેઠળ 50,000 થી 5 લાખ સુધી કર્જ આપવામાં આવે છે. (તરુણ લોન) તરુણ કર્જ હેઠળ 5 લાખથી 10 લાખ સુધીનુ કર્જ આપવામાં આવે છે. 
 
મુદ્રા લોન પ ર્કેટલુ ભરવુ પડે છે વ્યાજ 
 
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈ ચોક્કસ વ્યાજ દર નથી. વિવિધ બેંક મુદ્રા લોન માટે જુદુ વ્યાજ વસૂલ કરે છે.  લોન લેનારાના વેપારની પ્રકૃતિ અને તેની સાથે જોડાયેલા જોખમના આધાર પર પણ વ્યાજ દર નિર્ભર કરે છે.  સામાન્ય રીતે ન્યૂનતમ વ્યાજ દર 12 ટકા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર