(Rajasthan Assembly Election 2023) 2023 ના અંતમાં રાજસ્થામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેના માટે કોંગ્રેસ (Congress) અને ભાજપ બંનેએ તૈયારીઓ કરી લીધી છે.
રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર 17 ડિસેમ્બરે ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. આવી સ્થિતિમાં સરકારે પોતાની યોજનાઓ અને ઉપલબ્ધિઓને લોકો વચ્ચે લઈ જવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કોંગ્રેસ સરકાર પોતાની યોજનાઓના આધારે ફરી તક મળવાનો દાવો કરી રહી છે. આ ક્રમમાં, ગેહલોત (Ashok Gehlot) સરકાર સતત લોકોને ભેટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં સરકાર રાજ્યની 1 કરોડ 35 લાખ મહિલાઓને મફત સ્માર્ટફોનનું વિતરણ કરવા જઈ રહી છે.
મહિલાઓને સેમસંગ, નોકિયા અને જિયો કંપનીના સ્માર્ટફોન આપવામાં આવશે, એક ફોનની કિંમત લગભગ નવ હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. મોબાઈલ ફોનની ખાસિયત એ હશે કે તેમાં પહેલાથી જ સરકારી સિમ એક્ટિવેટ હશે. જેમાં ત્રણ વર્ષ સુધી ફ્રી ઈન્ટરનેટ અને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. આ મોબાઈલમાં બીજું સિમ કામ નહીં કરે. તેનો સ્લોટ પહેલેથી જ બંધ થઈ જશે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 9 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.
સરકારે જન આધાર કાર્ડ ધરાવતા પરિવારની મહિલા વડાને જ મફત મોબાઈલ ફોન આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવી મહિલાઓની સંખ્યા 1.35 કરોડ છે. પરંતુ જે પરિવારોના નામ ચિરંજીવી યોજનામાં જોડાયેલા છે, તે પરિવારોની મહિલા વડાને જ મફત સ્માર્ટફોન યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે મહિલા રાજસ્થાનની વતની હોવી જરૂરી છે. આ સિવાય મોબાઈલ નંબર પણ આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.