ECનો કેજરીવાલ પર પલટવાર, કહ્યુ સાબિત કરે કે મશીનો સાથે છેડછાડ કરવામાં આવી

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (09:49 IST)
. અરવિંદ કેજરીવાલ પંજાબ વિધાનસભામાં થયેલ હારના જવાબદાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને માની રહ્યા છે. કેજરીવાલ વારેઘડીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહ્યા છે કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. કેજરીવાલે ચૂંટ્ણી પંચને પડકાર આપતા કહ્યુ હતુ કે 72 કલાક માટે (EVM) તેમના હવાલે કરવામાં આવે. તેઓ બતાવી દેશે કે મશીન સાથે છેડછાડ કેવી રીતે કરી શકાય છે. 
 
ચૂંટણી પંચે કેજરીવાલના આ પડકારના જવાબમાં તેમને એ આમંત્રણ મોકલ્યુ છે. કેજરીવાલના આરોપોના જવાબમાં ચૂંટણી આયોગે પલટવાર કરતા તેમને જ ચેતાવણી આપી કે તેઓ આવે અને સાબિત કરે કે મશીનો સાથે છેડછાડ કરવામાં આવી છે. 
Next Article