ઈદનુ આગમન બજારોમાં તો થઈ ગયુ છે. હવે ગુરૂવારે 29માં રોજા સાથે જ ચાંદ જોવાની પ્રક્રિયા શરૂ થશે. મરકજી ચાંદ કમિટી ફરંગી મહલ લખનૌ તરફથી એશબાગ ઈદગાહમાં ચાંદ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તો બીજી બાજુ શિયા ચાંદ કમિટી તરફથી સતખંડા પર જોવાની કોશિશ કરવામાં આવશે. એશબાગ ઈદગાહના નાયાબ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ જણાવ્યુ કે ઈદ-ઉલ-ફિત્રની નમાજની બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી. 29મો રમજાન ગુરૂવારે ચાંદ જોવામાં આવશે. જો ચાંદ દેખાશે તો ઈદગાહમાં શુક્રવારે સવારે દસ વાગ્યે ઈદ મુબારકની નમાજ મૌલાના ખાલિદ રશીદ ફ્રરંગી મહલીની ઈમામતમાં અદા કરવામાં આવશે.
એવુ પણ કહેવાય રહ્યુ છે કે સઉદી અરેબિયામાં ઈદ અલ-ફિતર 15 જૂનના રોજ ઉજવાય શકે છે. આ માટે આજે બેઠક થશે.