જમ્મૂ કાશ્મીરના અરણીયા સેકટરમાં સોમવાર સવારે એક ડ્રોન જોવા મળ્યું, સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં સંદિગ્ધ ડ્રોન દેખાતા સુક્ષાકર્મચારીઓ સતર્ક બન્યા હતા. જેની સૂચના પર પોલીસ અને બીએસએફની ટીમ સર્ચ ઓપરેશન અભિયાન ચલાવી રહી છે.એક અધિકારીએ જણાવ્યું કે સવારે 5.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય સીમાની પાસે અરનિયા સેક્ટરમાં સૈનિકો દ્વારા આસમાનમાં લાલ અને પીળી રોશની જોવા મળી, જેને ટાર્ગેટ બનાવતા સૈનિકોએ 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ ચાલ્યું ગયું.ઘૂસણખોરીમાં નિષ્ફળ પાકિસ્તાન ડ્રોનનો સહારો લઇ રહ્યું છે. જમ્મુ કાશ્મીરથી લઇને પંજાબ સુધી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવાનો પ્રયત્ન કરે છે.આર્ટિકલ 370 હટાવ્યા બાદ અને વિશેષકર આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયેલા સીઝફાયર કરાર બાદથી ડ્રોન ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે.